ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માર્ગ અને મકાન વિભાગ હસ્તક રાજકોટ જિલ્લામાં 4,620 કિ.મી. ના રોડ રસ્તા નિર્માણ પામેલા છે. જેમાં તાજેતરમાં ભારે વરસાદના પરિણામે 124.72 કિ.મી.ના વિસ્તારમાં નાના મોટા ગાબડાં પડવાની સાથ ધોવાણ થયેલું છે. જેની મરામત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિભાગ દ્વારા કામગીરીના પ્રારંભ બાદ 10 જુલાઈ સુધીમાં મરામત કરવા પૈકી 48.04 કિ.મી. રસ્તામાં વિવિધ પોટ હોલ્સ (ખાડા) બુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રોડ પર નાના મોટા 1002 પોટ હોલ્સ પૈકી 521 પોટ હોલ્સ પુરી દેવામાં આવ્યા છે. જેમાં 320 પોટ હોલ્સ મેટલ ભરી તેમજ 195 જેટલા પોટ હોલ્સ ડામર કામથી પુરવામા આવ્યા છે. જયારે 6 જેટલા ખાડાઓને પેવર બ્લોકથી મરામત કરી આપવામાં આવ્યા છે. વિશેષમાં પેચવર્ક કામગીરી સતત ચાલી રહી હોવાનું આર.એન્ડ.બી. વિભાગના ઈજનેર દ્વારા જણાવાયું છે.