અનુ.જાતિના સ્મશાનમાં પાણીની અવસ્થા લીધે છોડ સુકાવા શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
દેશના વડાપ્રધાનના અભિયાન અંતર્ગત હાલમાં જ તંત્રના દરેક વિભાગ “એક પેડ માં કે નામ” કાર્યક્રમ થકી ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા પરંતુ વડા પ્રધાનના દરેક અભિયાન સરકારી તંત્ર માત્ર તાયફ તરીકે જ કરતા હોવાનું સામે આવ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ તરીકે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુચૂચિત જાતિના સ્મશાનના વિકાસ માટે વર્ષ 2024 – 25માં 49,500 રૂપિયાના ખર્ચે પાણીની પાઇપ લાઇન નાખવામાં આવી હતી પરંતુ આ પાઇપ લાઇન નાખવાના કામને હજુ માંડ આઠેક મહિના જેટલો સમય પૂર્ણ થયો છે ત્યાં પાણી પહોંચાડવા માટે પાઇપ લાઇનમાં નાખવામાં આવેલો વાલ્વમાં ક્ષતિ ઉભી થઈ હતી આ તરફ અનુસૂચિત જાતિના સ્મશાનમાં પાણીની પાઇપ લાઇન નાખી હોવાથી અહીંના સ્થાનિકો દ્વારા આશરે 300થી વધુ વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ પાણીના વાલ્વમાં ક્ષતિ થતા હવે પાણીની આવક બંધ થઈ ચૂકી છે અને વૃક્ષારોપણ કરેલ 300થી વધુ છોડ પર બાળમરણનું જોખમ તોડાય રહ્યું છે.
જોકે સ્થાનિકો દ્વારા પાણીની લાઇન હોવા છતાં તેમજ વૃક્ષોને બાળમરણથી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી આશરે એક કિલોમીટર દૂરથી પાણીની હેરફેર કરી વૃક્ષોને પાણી પીવડાવી રહ્યા છે પરંતુ આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક રમેશભાઈ પરમાર દ્વારા અનેક વખત પાણીની લાઇન ફરીથી શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયું નહીં હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ તંત્રની આ બેદરકારી લીધે હવે અનુસૂચિત જાતિના સ્મશાનમાં વાવેતર કરેલ 300થી વધુ છોડ બાળમરણના ખતરો તોડતા તાત્કાલિક પાણી પહોંચાડવા માંગ કરી છે.



