કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતની DEOને રજૂઆત: તાત્કાલિક પગાર ચૂકવો બાકી ઘેરાવ !
દિવાળી પહેલા સરકારનો એડવાન્સ પગારની જાહેરાત પરંતુ રાજકોટના ગ્રાન્ટ ઇન એઇડ શાળાના શિક્ષકો નિરાશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં તાજેતરમાં ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં નવનિયુક્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તે પૈકી રાજકોટ જિલ્લાના 150 થી વધુ શિક્ષકોની રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાઓની શાળાઓમાં નિમણૂક કરવામા આવી હતી.
જુલાઈ મહિનામા નિમણૂક થયા બાદ આ તમામ શિક્ષકોને હાલ સુધી તંત્ર દ્વારા એક પણ રૂપિયો પગાર ચૂકવવામા આવ્યો નથી. રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે બોટાદ, દાહોદ, અમદાવાદ વગેરેમા આ જ પ્રકારે નિમણૂક પામેલા શિક્ષકોને નિયમિત માસિક પગાર મળી રહ્યો છે. ત્યારે શિક્ષકોના મુદ્દે આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. રાજપૂતે રજૂઆતમા ઉમેર્યું કે રાજકોટ જિલ્લાના આશરે 150થી વધુ શિક્ષકો એવા છે જેઓએ 28 જુલાઇ 2025ના રોજ નિમણૂક પામેલી શાળાએ હાજર થયા હોવા છતાં આજની તારીખ સુધી (ઓક્ટોબર 2025) ત્રણ મહિના પસાર થયા છતાં પણ એક રૂપિયો પગાર પ્રાપ્ત કર્યો નથી.
- Advertisement -
રાજ્ય સરકાર તરફથી તાજેતરમા સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને એડવાન્સ પગારની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાના આ શિક્ષકો હજી સુધી નિયમિત પગાર વિના તહેવાર ઉજવવા મજબૂર છે. આ તમામ શિક્ષકોમો જુલાઇ (3 દિવસ), ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો કુલ રૂ. 85,548 જેટલો પગાર બાકી છે. આ નવનિયુક્ત શિક્ષકોના ઊળાહજ્ઞુયય ઈજ્ઞમય મેળવ્યા બાદ પણ પ્રક્રિયા ધીમી ગતિએ માત્ર રાજકોટમા જ ચાલી રહી છે તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. તેઓએ રજૂઆતમા તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા કરતા કહ્યું કે આ બાબત માત્ર પ્રશાસકીય વિલંબ નથી પરંતુ નવયુવાન શિક્ષકોના મનોબળ પર ગંભીર અસર કરે છે, કારણ કે સરકારી નોકરી મળવું તેમના માટે જીવનનું એક મોટું સ્વપ્ન હોય છે. જોડાણ બાદ ત્રણ મહિના સુધી એક રૂપિયો ન મળવો એ શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠાને પણ અસરકારક રીતે નુકસાન પહોંચાડે છે.
રજૂઆતની અંતમા માંગ કરી હતી કે આ તમામ શિક્ષકોને દિવાળીએ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવવાની તક મળે તે માટે આ તમામ નવનિયુક્ત શિક્ષકોના બાકી રહેલા પગારની તાત્કાલિક ચુકવણી થાય અને રાજ્ય સરકારે જાહેરાત મુજબ એક પગાર એડવાન્સનો લાભ અપાય અન્યથા આવનારા અઠવાડિયામા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ અમારી ટીમ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
ત્યારે હવે જોવું રહ્યુ કે આ જિલ્લા શિક્ષણ અધિકારી આ મુદે માનવીય સંવેદના દાખવી આ સમસ્યાને ઉકેલશી કે આ શિક્ષકોની દિવાળી બગડશે !



