ઈઝરાયલ તરફથી હુમલો કર્યા પછી બંને દેશના કુલ 1,300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝારાયલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગાઝામાં 560થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલ તરફથી હુમલો કર્યા પછી બંને દેશના કુલ 1,300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝારાયલમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ગાઝામાં 560થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને જણાવ્યું છે કે, હમાસે 100થી વધુ લોકોને બંધી બનાવ્યા છે અને તેમને ગાઝા લઈ જવામાં આવ્યા છે.
- Advertisement -
ઈઝરાયલ પ્રધાનમંત્રીનું નિવેદન
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ હમાસને ચેતવણી આપી છે. શનિવારે તેમેણે યુદ્ધ શરૂ થવાની વાત કહી હતી. બેંજામિન નેતન્યાહૂએ સોમવારે અવીવ કિરયામાં સુરક્ષાની માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે, ‘હમાસની વિરુદ્ધ હજુ બદલો શરૂ જ થયો છે. ચરમપંથી જ્યાં છુપાયેલા છે, ત્યાં ઈઝરાયલની સેના પહોંચશે. અમે મધ્ય પૂર્વને બદલવા જઈ રહ્યા છીએ. હમાસને ખૂબ જ ભયાનક અનુભવ થશે.’
ઈઝરાયલે વેસ્ટ બેંકમાં ઘેરાબંધી પૂર્ણ કરી
ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેંકમાં સંપૂર્ણ ઘેરાબંધી કરી છે. આ વિસ્તારમાં 2.8 મિલિયનથી વધુ પેલેસ્ટાઈન લોકો રહે છે. સ્થાનિકો અનુસાર શહેરના પ્રવેશદ્વાર લોખંડના ગેટ, સિમેંટ બ્લોક અને માટીના ઢગલાથી બંધ કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. ઈંધણ પૂરું થઈ જતા કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. ઈઝરાયલના રક્ષામંત્રી યોવ ગૈલેંટે જણાવ્યું કે, ઈઝરાયલ ગાઝા પર સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યું છે. તે સ્થળો વીજળી, પાણી અને ઈંધણ નથી. વેસ્ટ બેંકમાં રહેતા લોકોને 1,000 m16 રાઈફલ આપવામાં આવશે.
હમાસના અલ કસમ બ્રિગેડની ચેતવણી
હમાસની અલ કસમ બ્રિગેડે ચેતવણી આપી છે કે, ઈઝરાયલ ગાઝામાં નાગરિકો પર બોમ્બબારી કરશે તો ઈઝરાયલના જે નાગરિકોને બંધી બનાવવામાં આવ્યા છે, તેમને મારવાનું શરૂ કરી દેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રમુખ બસેમ નઈમે જણાવ્યું છે કે, બંધકો સાથે માનવીય અને સમ્માનજનક વ્યવહાર કરવો. કેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા છે, તેની પુષ્ટી કરવામાં આવી નથી.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રમુખ બસેમ નઈમે દાવો કર્યો છે કે, ‘હમાસના નેતા મોહમ્મદ ડેફે લડાકુઓને આદેશ આપ્યો છે કે, વડીલ, નાગરિક અને બાળકોનું સમ્માન કરવું, જે લોકો સીધી રીતે લડાઈમાં શામેલ નથી તેમને મારવામાં ના આવે. તેમ છતાં અમે જાણીએ છીએ કે, ઈઝરાયલી સમુદાયોમાં મોટી સંખ્યામાં નાગરિકોની ક્રૂરતા રીતે હત્યા કરલામાં આવી છે. ગાઝા સીમા પાસે સંગીત સમારોહમાં લગભગ 300 લોકોનો નરસંહાર પણ શામેલ છે, જેમાં અનેક યુવાઓ હતા.’
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું નિવેદન
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હમાસ તરફથી કરવામાં આવેલ હુમલાની ટીકા કરી છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ તરફથી કરવામાં આવેલ ઘેરાબંદી વ્યાજબી છે.
Israel is at war.
We didn’t want this war.
It was forced upon us in the most brutal and savage way.
But though Israel didn’t start this war, Israel will finish it.
Once, the Jewish people were stateless.
Once, the Jewish people were defenseless.
No longer.
Hamas will… pic.twitter.com/eVECGnzLu3
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) October 9, 2023
હમાસ સામે અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાનું સંચાલન- IDF
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે સોમવારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર જણાવ્યું છે કે, ‘હમાસે શનિવારે 700થી વધુ ઈઝરાયલ નાગરિકોની ક્રૂરતા રીતે હત્યા કરી દીધી. ઈઝરાયલ વાયુ સેના આતંકીઓને નષ્ટ કરવા માટે સૌથી મોટા હવાઈ હુમલાનું સંચાલન કરી છે. હમાસે યુદ્ધની શરૂઆત કરી, અમે અમારા દેશની સુરક્ષા કરીશું.’
ગાઝાપટ્ટીમાં 1,200થી વધુ લોકોને નિશાન બનાવવામાં આવ્યા
IDFએ એક પોસ્ટમાં હવાઈ હુમલાનો વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘શનિવારથી સોમવાર સવાર સુધીમાં ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી વિમાન તરફથી 1,200થી વધુ લોકોને નિશાન બનાવવામાં આવ્યા. જેમાં હથિયાર, મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ, કમાન્ડ અને કંટ્રોલ સેક્ટર્સ, રોકેટ લોન્ચર શામેલ છે. આ હુમલાની સંખ્યા બમણી કરવામાં આવી છે.’IDFએ જણાવ્યું છે કે, ઈઝરાયલમાં પ્રવેશ કરનાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. અમે અમારા દેશની સુરક્ષા કરી રહ્યા છીએ અને સીમાઓ પર તહેનાત છીએ.
ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને X પર જણાવ્યું છે કે, ‘અમે ભારતીયોના દ્રઢ સમર્થનની સરાહના કરીએ છીએ.’ કતર વિદેશ મંત્રાલયે મધ્યસ્થતા વાર્તાની પુષ્ટી કરી છે અને જણાવ્યું છે કે, હમાસ અને ઈઝરાયલના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થતા કરવાની કોશિશ કરી રહ્યા છીએ.