CBSE શાળાઓની નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ યોજાઇ
1200થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
- Advertisement -
4 કેટેગરીની વયજુથના સ્પર્ધકો ચેમ્પિયનશીપમાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં સ્પર્ધકોએ કૌવત બતાવ્યું છે. જેમાં કડકડતી ઠંડીમાં તરવૈયાઓએ પોતાની સંપૂર્ણ તાકાત સાથે પ્રદર્શન કર્યું છે. તેમાં રાજકોટમાં ઈઇજઊ શાળાઓની નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ યોજાઇ છે.
રાજકોટના આંગણે યોજાયેલા એક્રોલોન્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (ઈઇજઊ) સ્વિમિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ ગઇકાલે સવારે રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે થયો હતો. જેનું ઉદઘાટન કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશની ઈઇજઊની શાળાઓમાં અભ્યાસ કરતાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો છે.
નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતના જ નહી પરંતુ ઈઇજઊ બોર્ડ સંચાલિત શાળાઓ જે આફ્રિકન અને ગલ્ફ દેશોમાં છે. ત્યાંથી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અન્ડર 11, અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર 19 વય જુથના 1200થી વધુ તરવૈયાઓ રાજકોટના આંગણે આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાંથી ટેકનિકલ પર્સન્સ, કોચ અને પ્લેયર્સના મેનેજર તેમના સ્પર્ધકોને માર્ગદર્શન આપવા માટે ખાસ પધાર્યા છે.