દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,193 નવા કેસ નોંધાયા છે. જયારે એ પહેલાના દિવસે ભારતમાં કોરોના વાયરસના 11,692 નવા કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આજે ફરીથી કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. ભારતમાં એક્ટીવ કેસોની સંખ્યા 67,556 થઇ ગઈ છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દર હાલમાં 98.66% છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 10,765 લોકો સાજા થયા છે, જેના કારણે કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4.42 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 42 લોકોના મોત થયા હતા. જેના કારણે મૃત્યુઆંક વધીને 5.31 લાખ થયો છે. હાલમાં દૈનિક સકારાત્મકતા દર 6.17% છે જ્યારે સાપ્તાહિક સકારાત્મકતા દર 5.29% છે. છેલ્લા 24 કલાકમાં 1.97 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 92.52 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.