ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
નિગમમા ડ્રાઈવર – કંડકટર – મિકેનિક અને વહીવટી સ્ટાફમાં આગામી 1 વર્ષમાં નિગમમાં 11,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. નિગમમાં કાર્યરત કર્મચારીઓના નાના- મોટા પ્રશ્નોનું સત્વરે સમાધાન થાય તે માટે રાજ્ય સરકાર હકારાત્મકતાથી નિર્ણય લઇ રહેલ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, ઘર ભાડા ભથ્થા, ફિક્સ પગારના કર્મચારીઓના પ્રશ્નો, આશ્રીતોના પ્રશ્નો જેવા અનેક પ્રશ્નોનું સુખદ સમાધાન કરેલ છે.
નવીન 100 વોલ્વો આગામી 5 માસમાં સંચાલનમાં મુકવામાં આવશે જે પૈકી પ્રથમ તબક્કાની 20 બસો ગત રોજ ગાંધીનગર થી સંચાલનમાં મુકેલ છે. સાથોસાથ સુપર એકસપ્રેસ, સ્લીપર, મીડી પ્રકરની 1900 થી વધુ નવો બસો આગામી 1 વર્ષમાં સંચાલનમાં મુકવામાં આવશે. શાળાના વિધાર્થીઓ માટે ઘગકઈંગઊ પાસ સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. ચછ કોડ આધારિત પેમેન્ટ સીસ્ટમ અમલમાં મુકેલ જેથી મુસાફરોને છુટા પૈસા માંથી મુક્તિ મળે તેવો પ્રયાસ કરેલ છે.