રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા.5ના રોજ સવારે 06:45 કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના 10,000થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયા હતા. જેના કારણે શહેરની 500થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.
મેયર ડો. પ્રદીપ ડવે પોતાના પ્રવચનમાં એમ કહ્યું હતું કે, દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ફિટ ઇન્ડિયા અભિયાન દેશવાસીઓને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ને વધુ સજાગ કરવાનો એક જબરદસ્ત પ્રયાસ છે.
આ વખતે કુલ 40 સાયકલ લક્કી ડ્રોમાં ગીફ્ટ આપવામાં આવી હતી, એ ઉપરાંત અન્ય 50 લક્કી ડ્રોના આકર્ષક ઇનામોથી લોકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સાઇક્લોફન પૂર્ણ કરી આવનાર દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવેલા છે. ખાસ નોંધવું કે આ કોઇ સ્પર્ધા નથી, વિદ્યાર્થીઓ અને લોકોનો ઉત્સાહ વધે તેમજ ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધે તે માટેનો નમ્ર પ્રયાસ બની રહ્યો છે.
આ સાયક્લોફનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન કલબ, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્લબ જહેમત ઉઠાવી હતી.
રાજકોટના 10,000થી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા
