મહાનુભાવોના હસ્તે 175 ખેલૈયાઓને અપાયા ઇનામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવ તો પુરા થઇ ગયા છે પરંતુ સરગમ કલબ અને મારવાડી ગ્રુપ / ચંદારાણા ગ્રુપ દ્વારા દર વરસે સમગ્ર પરિવાર માટે રાસોત્સવ યોજવામાં આવે છે અને આ વખતે પણ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં ભવ્ય રાસોત્સવ યોજવામાં આવ્યો હતો.
આ રાસોત્સવમાં સરગમ જેન્ટ્સ કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ સીનીયર સીટીઝન કલબ, સરગમ કપલ ક્લબ અને ઇવનિંગ પોસ્ટનાં 1000 થી વધુ ખેલૈયાઓ જોડાયા હતા અને પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપર ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં જીતુભાઈ ચંદારાણા, તખુભા રાઠોડ, ડો. રાજેશભાઈ તેલી, મનોજભાઇ ઉનડકટ, સુધાબેન ભાયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનાં હસ્તે 175 વિજેતા ભાઈ-બહેનોને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, માયાબેન પટેલ, ભાવનાબેન બગડાઇ, અલકાબેન કામદાર, છાયાબેન દવે, સેવા આપી હતી.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, અનવરભાઈ ઢેબા, જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, ગીતાબેન હિરાણી, જ્યશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, મિતલબેન ચગ, ગીતાબેન ઉનાગર તેમજ બને ક્લબના કમીટી મેમ્બર વગેરેએ જહેમત ઉઠાવી હતી.