ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા.02/05/25ને શુક્રવારના રોજ સરગમ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો માટે કુવાડવા રોડ ઉપર ક્રિષ્ના વોટર પાર્કમાં પિકનિક નું આયોજન કરવામાં આવેલ આ વોટર પાર્કમાં બાળકો એ 7 જેટલી રાઈડ માં મજા માણેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઈ પટેલ સહકાર આપેલ સરગમ લેડીઝ ક્લબ ના તમામ કમિટી મેમ્બર તેમજ અનીલજ્ઞાન મંદિરનાં શિક્ષકો અને જેન્ટ્સ કલબના કમિટી મેમ્બર થઈને 95 જેટલા એ વ્યવસ્થા સંભાળેલ વોટર પાર્ક પિકનિક ની સફળતા માટે સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચેતનાબેન સવજાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, નીતાબેન પરસાણા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, રમેશભાઈ અકબરી, સુરેશભાઈ દ્રેત્રોજા વગેરે એ જહેમત ઉઠાવી છે.
- Advertisement -
આગામી કાર્યક્રમ : સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે જાદુગર મંગલ શો યોજાશે. તા. 25/05/25 ને રવિવાર ના રોજ સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્ય નં. – 1 થી 800 સુધી ના બાળકો માટે જાદુગર મંગલ શો યોજાશે. સમય સવાર ના 10/00 થી 12/30 સુધી હેમુગઢવી હોલ માં જાદુગર મંગલ શો રાખેલ છે. તથા ચિલ્ડ્રન ક્લબ ના સભ્ય નં.- 801 થી 1600 સુધી ના બાળકો ને તા. 26/05/25 ને સોમવાર ના રોજ સવાર ના 10/00 થી 12/30 સુધી જાદુગર મંગલ શો યોજાશે. અને ચિલ્ડ્રન ક્લબના સભ્ય નં.- 1601 થી 2450 સુધી ના બાળકો ને તા. 27/05/25 ને મંગળવાર ના રોજ સવાર ના 10/00 થી 12/30 સુધી જાદુગર મંગલ શો રાખેલ છે. જો કોઈ બાળકો ને ગેસ્ટ તરીકે આવવાનું હોય તો 100/- રૂપિયા ચાર્જ ભરીને આવવાનું રહેશે. વાલીઓ એ સમયસર તેડી અને મૂકી જવાના રહેશે.
આગામી કાર્યક્રમ : ફનવર્લ્ડ
ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે તા. 15/06/25 ને રવિવાર સભ્ય નં.- 1 થી 1200 સુધી માટે રોજ સવારે 8/30 થી 10/30 સુધી રહેશે. તથા તા. 22/06/25 ને રવિવાર ના સભ્ય નં.- 1201 થી 2450 સુધી માટે સવાર ના 8/30 થી 10/30 સુધી રહેશે. તમામ વાલીઓને વિનંતી કે બાળકોને સવારે 8/15 કલાકે મૂકી જાય અને 10/30 કલાકે ફન વર્લ્ડથી લઈ જાય. જો કોઈ પણ બાળકને ગેસ્ટ તરીકે આવું હોય તો 100/- રૂપિયા ભરીને આવવાનું રહેશે.