ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માળીયા વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે મોરબીના ક્ધયા છાત્રાલય સખી મતદાન બુથમાં મહિલા કર્મચારીની કામગીરી સામે મતદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મહિલા કર્મચારીના ગેરવર્તનની ફરિયાદ ઉઠતા ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ જાતે જ દોડી જઈને ચેક કરતા આ મહિલા કર્મચારી ડિસ્ટબન્સ ઉભું કરતા હોવાનું જણાતા તેમણે આ અંગે તાકીદે ચૂંટણી તંત્રના અધિકારીને ફરિયાદ કરી હતી જેથી તાત્કાલિક આ મહિલા કર્મચારીને હટાવીને બીજા મહિલા કર્મચારીને બેસાડી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હોવાનું પ્રિસાઈડિંગ ઓફિસરે જણાવ્યું હતું.
મોરબીના કન્યા છાત્રાલય સખી બુથમાં મહિલાકર્મીના ગેરવર્તનની ફરિયાદ થતાં કર્મચારી બદલાવાયા
