ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેરના ચંદ્રપુર નાલા નજીકથી મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા શખ્સને તમંચા સાથે ઝડપી પાડીને વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેરના ચંદ્રપુર નાલા પાસે એક શખ્સ તમંચા સાથે ઉભો છે જે બાતમીને આધારે એસઓજી ટીમે રેઇડ કરી આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત (રહે. હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ, મૂળ રાજસમંદ, રાજસ્થાન) ને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઇને વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.