જિલ્લા કોંગ્રેસ OBC વિભાગ દ્વારા કલેકટરને આવેદન
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા વિવિધ પ્રશ્નો મામલે જીલ્લા કલેકટરને શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગને થતી મુશ્કેલીઓ, તેઓની વસ્તી ગણતરી કરવા, ખાનગી ક્ષેત્રમાં અનામત પ્રથા લાગુ કરવા સહિતની માંગણીઓને લઈને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને તેઓની માંગણીની કલેક્ટર મારફત કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકરોએ આવેદન પાઠવીને રજૂઆત કરી હતી કે, જાતિ આધારિત ગણના કરવામાં આવે, ક્રિમિલિયર સર્ટિ., ઓબીસી સમાજને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય, ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસીની સંખ્યા ઓછી છે તો મેરીટના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, મહિલાઓને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસીની છે તો 50 % અનામત મળે, ઓબીસી વર્ગના લોકોને કોન્ટ્રાક્ટને બદલે સરકારી નોકરી મળે, વિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થાય સહિતની વિવિધ માંગને લઈને જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.