ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ગુનાહીત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રીઢા ગુનેગારો સામે મોરબી પોલીસે લાલ આંખ કરી છે અને લુખ્ખા તત્વોને કાયદાના પાઠ ભણાવવા અવારનવાર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં મારામારી અને રાયોટીંગના ગુનાઓમાં અવારનવાર પકડાતા શખ્સને એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ સુરત લાજપોર ખાતે ધકેલી દીધો હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવારનવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગુન્હાઓમાં પકડાયેલ ડેનીશ કિશોરભાઇ કથરેચા રહે. મોરબી, કાલીકા પ્લોટ, સાયન્ટફીક રોડવાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ હોય જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતું. જેથી આ શખ્સની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.