ખાસ-ખબર ન્યૂઝ મોરબી
નવનિયુક્તિ થયેલ મોરબી જિલ્લા ભા.જ.પ. પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ તારીખ 07 માર્ચ 2025ના રોજ સૌપ્રથમ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય દર્શન કર્યા. જ્યાં સંઘના વિવિધ 24 કાર્યક્ષેત્રોમાંથી પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જયંતિભાઈ રાજકોટિયાને શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ અલગ-અલગ ક્ષેત્રમાંથી આવેલ કાર્યકર્તાઓનો પરિચય કરી થોડી વાત-ચિત કરવામાં આવી. જેમાં મિલનભાઈ પૈડા (મોરબી જિલ્લા કાર્યવાહ) એ કહ્યું કે મોરબી વ્યવસાયિક રીતે તો આગળ છે પણ ગુજરાતનું પેરિસ સમાન મોરબી જયંતિભાઈ રાજકોટિયાની આગેવાનીમાં સાંસ્કૃતિક રીતે પણ ખૂબ આગળ વધે તેવી અપેક્ષા. ત્યારબાદ વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ) એ કહ્યું કે કાર્યકર્તા તરીકેનું વલણ કેવું હોય અને કોઈપણ ક્ષેત્રમાં જવાબદારી સાથે કાર્ય કરવાનું હોય ત્યારે તેનો મુખ્ય ઉદેશ્ય દેશ સેવા રાષ્ટ્ર સેવા જ હોવો જોઈએ.
- Advertisement -
અંતે મિલનભાઈ પૈડાએ જયંતિભાઈ રાજકોટિયાનું મોઢું મીઠું કરાવ્યુ અને વિપુલભાઈ અઘારા, સુરેશભાઇ રાજકોટિયા, જયદીપભાઈ કંઝારીયા, જસ્મિનભાઈ હિંસુ એ પુસ્તક અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી.