મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી જશે, મોરબીમાં ત્રણ કલાક રોકાશે વડાપ્રધાન અને ઘાયલ લોકોના ખબરઅંતર પૂછશે
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 134 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે અને આજે વડાપ્રધાન મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં વડાપ્રધાન મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ સાથે વડાપ્રધાન મોદી મોરબીમાં ત્રણ કલાક રોકાશે. આ દરમ્યાન મોરબી SP ઓફિસે મહત્વની બેઠક પણ કરવાના છે.
- Advertisement -
2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 31, 2022
- Advertisement -
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 134 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે અને આજે વડાપ્રધાનમોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં વડાપ્રધાન મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. વધુમાં મોરબી હોનારતને લઇને વડાપ્રધાન મોદીના આજના તમામ રાજકીય કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે.
Gujarat | PM Modi chaired a high level meeting to review the situation in Morbi, at Raj Bhavan, Gandhinagar earlier today.
He was briefed about ongoing rescue operations at the site. PM once again emphasised on ensuring that those affected get all possible assistance. pic.twitter.com/f72VZr4N1l
— ANI (@ANI) October 31, 2022
જળકુંભી કાઢવા નદીમાં ઉતારાયું આધુનિક મશીન
મોરબીમાં પુલ દુર્ઘટના મામલે હવે નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે, જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં મશીન દ્વારા નદીમાંથી જળકુંભી કઢાઈ રહી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે, દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આર્મી, પોલીસ, તરવૈયાની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત રહ્યા હતા અને અત્યાર સુધી 133 મૃતદેહો નીકાળવામાં આવ્યા છે જ્યારે મિસિંગ એક માત્ર વ્યક્તિ માટે હજી પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. 06 ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને 05 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત 02 લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.
2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.