– તા.9થી ચંદ્રની ભ્રમણકક્ષામાં 170 કી.મી.થી 4313 કિમીનું ચકકર કાપશે બાદમાં 100 કિમીના પરિઘમાં પ્રવેશશે: ઈસરો વડા
ભારતના મહાત્વાકાંક્ષી મીશન-મુનમાં ચંદ્રયાન-3 એ હવે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો છે પણ હવે આગામી થોડા દિવસ એટલે કે તા.22 સુધીની સફર મહત્વની બની શકે છે. હાલ ચંદ્રયાન-3 તેના નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહ્યું છે અને તા.23 ઓગષ્ટે તે ચંદ્રની ધરતી પર ‘લેન્ડર’ મારફત ઉતરાણ કરશે.
- Advertisement -
આ અંગે ઈસરોના વડા સોમનાથે કહ્યું કે અત્યાર સુધી અંતરિક્ષ યાન તેની તમામ કસોટીમાં પાર ઉતર્યુ છે પણ આખરી 100 કીમી જયારે તે ચંદ્રની સપાટીથી વધુ નજીક અને અંતિમ ઉતરાણ માટે જશે તે સમય મહત્વપૂર્ણ સાબીત થશે. હાલ ચંદ્રયાન તેની ભ્રમણકક્ષામાં અંડા-આકારથી ફરે છે જેનો પરીઘ 170 કીમીથી 4313 કીમીનો છે અને હવે તા.9-17 ઓગષ્ટ વચ્ચે તેને ચંદ્રયાનની 100 કીમીની ગોળાકારમાં સ્થાપીત કરવામાં આવશે અને બાદમાં તા.22ના લેન્ડરને ચંદ્ર પર ઉતરવા માટેના સ્થાને તે પહોંચશે
જેમાં તે ચંદ્રની સપાટીની યોગ્ય જગ્યા તપાસશે તથા હાલ લેન્ડીંગ તારીખ અને સમય તા.23 ઓગષ્ટનો છે પણ તેમાં થોડી સેક્ધડથી લઈને કલાક સુધીનો ફેરફાર થઈ શકે છે. તેમણે કહ્યું કે લેન્ડીંગમાં લેસર કિરણોની ભૂમિકા મહત્વની હશે. લેન્ડરમાં લેસર ડોપલર અને વેલો સીટી કેમેરા લગાવાય છે અને લેન્ડર જમીન પર ઉતરે તે સમયે થ્રીડી લેસર કિરણો ફેકાય છે.
જે ચંદ્રની ધરતી પર ટકરાઈને પરત ફરે છે અને તેથી તે જગ્યા લેન્ડરને ઉતરવા માટે સવાર છે. કોઈ ખાડા કે અસમતોલ નથી તે નિશ્ચીત થાય છે અને યોગ્ય સપાટી પર જ લેન્ડર ઉતરે તે નિશ્ચીત કરાય છે જે ખૂબજ મહત્વપૂર્ણ બનશે. ચંદ્રયાન-ટુ નું લેન્ડર જગ્યાએ ઉમટતા તે સપાટી પર ટેકસ સાથે ભટકાતા તેનું ક્રેશ લેન્ડીંગ થયું અને તે નિષ્ફળ ગયુ હતું.