ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના બેફામ ખનન સામે તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠું છે જેના લીધે અહીં સમયાંતરે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોના મોત થવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવે છે. જ્યારે શુક્રવારે પણ મોડી સાંજે વગડીયા ગામે ચાલતી ગેરકાયદે કોલસાની ખાણમાં અહીંના પૂર્વ સરપંચ ભુરાભાઈ પનારના પુત્ર ગોપાલભાઈ પનારનું ભેખડ ધસી જતા મોત નિપજ્યું હતું આ સાથે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે આ બનાવને છુપાવવા માટે ખનિજ માફીયાઓ દ્વારા તાત્કાલિક શ્રમિક યુવાનનું લાશને ખાણમાંથી બહાર કાઢી કોઈપણ જાતના પીએમ વગર જ અંતિમ સંસ્કાર કરવાની કામગીરી કરી હતી પરંતુ જ્યારે આ આખી ઘટનાની જાણ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને થતા જ તેઓ તાત્કાલિક મૂળી મામલતદાર સહિતની ટીમને સાથે રાખી વગડીયા ગામે બનાવ વળી જગ્યા પર દરોડો કર્યો હતો અને કોલસાનું ગેરકાયદે ખાણમાં ઉપયોગ લેવાતી ચરખી, 150 ટન કોલસો, એક હજાર ટન જેટલો કાળો ખનિજનો જથ્થા સહિત 11 લાખની મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે જે જગ્યા પર આ ખનિજ ચોરી ચાલતી હતી તે જમીનના માલિક વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ સાથે કોલસાની ગેરકાયદે ખાણમાંથી વિસ્ફોટક જથ્થાન ખાલી બોક્ષ અને ગેરકાયદે વીજ જોડાણ પણ સામે આવ્યું હતું. આ ગેરકાયદે ખનિજ ચોરી સાથે અહીં વિસ્ફોટક જથ્થા અને વીજ ચોરી પણ ગેરકાયદે ચાલતી હોવાનું સામે આવતા હવે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે હાલ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી આજુબાજુમાં કોલસાની ખાણી ચલાવતા માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
- Advertisement -
વગડીયા ગામે અગાઉ કોલસાની ખાણનો વિડીયો વાયરલ કરાયો હતો
મૂળી તાલુકાના વગડીયા ગામે ચાલતી કોલસાની ગેરકાયદે ખાણનો વીડિયો હાલમાં જ વાયરલ કરાયો હતો. જેમાં મૂળી પોલીસ મથકના એક પોલીસકર્મીના નામનો ઉલ્લેખ થતા તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી હતી પરંતુ ખનિજ વિભાગે ચાલતી કોલસાની ગેરકાયદે ખાણ મામલે કોઈ ખાસ ગંભીરતા નહીં લેતા અંતે એક શ્રમિકનો જીવ ગયો હતો.
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી
- Advertisement -
વગડીયા ગામે શ્રમિકના મોત બાદ કોલસાની ગેરકાયદે ખાણ ચલાવનારા ખનિજ માફીયાઓ પર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા (1). જમીન મહેસુલ અધિનિયમ 1879 (2) ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અધિનિયમ 1987 (3) ગુજરાત પ્રીવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ,ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ નિયમો 2016 (4) ઈલેક્ટ્રિસિટી એક્ટ 2002 (5) લેબર એક્ટ 1948 (6) એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1980 (7) ભારતીય નાગરિક સંહિતા 2023 (8) ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 (9) એક્સપ્લોઝિવ એક્ટ 1884 (10) એક્સપ્લોઝિવ રુલ્સ 2008 (11) ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 (12) ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 (13) જીએસટી એક્ટ 2017 ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
150 ફૂટ ઊંડી ખાણ બની ગઈ ત્યાં સુધી તંત્રને જાણ જ નથી થઈ ?
વગડીયા ગામે શ્રમિકના મોત બાદ ખનિજ માફિયા અને પોલીસ તો આ મામલો રફેદફે કરવામાં હતું પરંતુ પ્રાંત અધિકારીની એન્ટ્રી થતા દબાયેલો મામલો ફરીથી ઉઘડો થયો હતો જ્યારે આ 150 ફૂટ જેટલી ખાણ ખોદાઈ ગઈ અને કોલસો પણ નીકળી ગયો ત્યાં સુધી તંત્રના અન્ય અધિકારીને જાણ ન હતી એટલું જ નહીં આ શ્રમિક મોતને ભેટ્યો ત્યાં સુધી પણ તંત્ર માત્ર ઊંઘતું જ રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.



