નવરાત્રી મહોત્સવ અંતર્ગત ર્માં જગદંબાની મહાઆરતી કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ અંતર્ગત માં જગદંબાની મહા આરતીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભવનાથ ખાતે મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર,ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારી અધિકારી અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.