3 ટીમોના આયોજન સાથે 24 કલાક કાર્યરત મીડિયા ક્ધટ્રોલ રૂમ, પેઇડ ન્યુઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તેને લઈને દેખરેખ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે. જે અન્વયે કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે મીડિયા ક્ધટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
- Advertisement -
3 શિફ્ટના આયોજન સાથે આશરે 45 લોકોના સ્ટાફ થકી 24 કલાક મીડિયા ક્ધટ્રોલ રૂમમાં ઇલેક્ટ્રોનિક માધ્યમોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવના માર્ગદર્શન હેઠળ મીડિયા ક્ધટ્રોલ રૂમમાં કામગીરી પુરી સજ્જતા સાથે કામગીરી થઈ રહી છે, અને એક પણ પ્રકારના પેઇડ ન્યુઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્ચિત કરવામાં આવે છે.