થાઇલેન્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની મોનિકાએ સર્જ્યો મેજર અપસેટ
ભારતની મહિલા બોક્સર મોનિકાએ 48 કિલોગ્રામ વેઇટ ગ્રૂપમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂકેલી જોસી ગાબુકોને હરાવીને થાઇલેન્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેજર અપસેટ સર્જવાની સાથે બે અન્ય ભારતીય બોક્સર સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આશિષ કુમારે 81 કિલોગ્રામ થતા મનીષાએ 57 કિલોગ્રામ કેટેગરીમાં થાઇલેન્ડના હરીફ બોક્સરને હરાવીને વિજય હાંસલ કર્યા હતા. 26 વર્ષી મોનિકાએ ગાબુકોને 4-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ગાબુકોએ 2012ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને 2008ની વર્લ્ડ ચેમ્પિયનશિપામં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.



