સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે મોંઘવારીનો મુદ્દો માથાના દુઃખાવા સમાન બની ગયો છે. સોશિયલ મીડિયા પર મોંઘવારી સહતિના વિવિધ મુદ્દાઓને ટાંકીને ‘કેમ ભુલાય કમળ’ શિર્ષક હેઠળ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. જેમાં પેટ્રોલ-ડીઝલ, ગેસના બાટલાના ભાવમાં વધારો, માસ્કના નામે દંડ સહિતના વિવિધ મુદ્દાઓ ઉઠાવાયા છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલાં મેસેજ
- Advertisement -
460નું એલપીજી સિલિન્ડ 750, કેમ ભુલાય કમળ
માસ્કના નામે પબ્લિક પાસેથી એક હજારના દંડની વસૂલાત, કેમ ભુલાય કમળ
1200નો ઘર વેરો સીધો 3600, કેમ ભુલાય કમળ
- Advertisement -
કોરોનાના નામ પર નિર્દોષને માર્યા, કેમ ભુલાય કમળ
ટ્રાફિક નિયમના નામે રોજ લાખો રૂપિયા લૂંટ્યા, કેમ ભુલાય કમળ
’68નું પેટ્રોલ 87નું, કેમ ભુલાય કમળ’
ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ, કેમ ભુલાય કમળ
ફાયર વિભાગ પાસે 2 માળની સીડી નહોતી, કેમ ભુલાય કમળ
રિક્ષામાં બેથી વધારે પેસેન્જરો પર પ્રતિબંધ જ્યારે ભાજપ માટે એક કારમાં 10 લોકો. કેમ ભુલાય કમળ
કોઈ વિરોધ કરે એટલે એ દેશદ્રોહી,કેમ ભુલાય કમળ
ખેડૂતના ઘરમાં અનાજ હોય તો ભાવ તળિયે ને જેવો ખેડૂત અનાજ વેચી દેય ભાવ ડબલ, કેમ ભુલાય કમળ
પ્રજાને લગ્નમાં 50થી વધારે ભેગા થવા પર પ્રતિબંધ, ભાજપના નેતાઓના સ્વાગત માટે રોડ શો, કેમ ભુલાય કમળ
કાંઈ વધે કે ના વધે, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જ જાય, કેમ ભુલાય કમળ


