- મેષ – નવા સંબંધ લાભકારક રહેશે. કાર્યમાં સફળતા મળશે, મિત્રો મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. પરિવારમાં ચિંતા રહેશે.
- વૃષભ – કોઈ વિશેષ કાર્ય સંપન્ન થવાથી ખુશી થશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. વેપારના કામથી યાત્રા સંભંવ છે. યાત્રા સુખદ અને સફળ રહેશે.
- મિથુન – કાર્યસ્થળ પર સહકર્મીઓ વચ્ચે ઝઘડો થઈ શકે છે. વ્યવસાયમાં ઉન્નતિ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ધર્મમાં રસ વધશે.
- કર્ક – દિવસની શરુઆતમાં કાર્યો વધારે રહેશે. નોકરીમાં પદોન્નતિના યોગ રહેશે. બહેન સાથે ઝઘડો થઈ શકે છે. પરિવારમાં તમારા વખાણ થશે. સંતાન સાથે વ્યવહાર ખરાબ રહેશે.
- સિંહ – દિવસ મહત્વપૂર્ણ છે. ઘણા આવશ્યક અનુબંધ હશે. વેપારમાં અધિક લાભ પ્રાપ્તિના યોગ છે. જૂના સંબંધોમાં યશ વધશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જીવનસાથી સાથે અનુકૂળતા રહેશે
- કન્યા – આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવી યોજનાઓ પૂર્ણ થશે. કોઈના ભરોસે ન રહેતા. પોતાનું કાર્ય જાતે કરો. મહત્વપૂર્ણ કાર્યોમાં આળસ નુકસાનકારક રહેશે.
- તુલા – બુદ્ધિ વિવેદથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. સામાજિક લોકોના વ્યવહારના કારણે તમે ક્રોધિત રહેશો. વાહન સાચવીને ચલાવવું. સંતાનની પ્રગતિથી ખુશી મળશે.
- વૃશ્ચિક – આજે લોકો તમારી સલાહનું પાલન કરશે. યાત્રાની સંભાવના છે. ક્રોધ અને ઉત્તેજના પર સંયમ રાખો. સંતાનના લગ્નની ચિંતા સતાવશે.
- ધન – પોતાની પ્રતિભાથી પરિવારનું માન વધારો. ભાગીદારીમાં મતભેદ થઈ શકે છે. વેપાર પ્રભાવિત થશે. અકસ્માત જ ધનલાભ થવાની સંભાવના છે. માનસિક સુખ અને શાંતિ રહેશે.
- મકર – વેપારનું કાર્યક્ષેત્ર વધશે. નવા કાર્યો પર વિશેષ પ્રયાસ કરવા પડશે. મિત્રોનો સહયોગ સમસ્યા હલ કરવામાં મદદ કરશે. વાહન પર ખર્ચ વધશે.
- કુંભ – કાર્યમાં સફળતા મળશે. નવા વેપાર માટે પ્રસ્તાવ મળશે. સમાજમાં ખ્યાતિ વધશે. સંતાનના કાર્યોમાં ચિંતા વધશે.
- મીન – કાર્યમાં ગતિ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. મુશ્કેલ કાર્યોમાં સમજી-વિચારીને આગળ વધો. સંપત્તિની બાબતમાં લાભ થશે.