By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 hour ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    24 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    23 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    23 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    24 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    24 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 hour ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદીની ટ્રમ્પ સાથે ‘ફોન પે ચર્ચા’: PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોદીની ટ્રમ્પ સાથે ‘ફોન પે ચર્ચા’: PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે
રાષ્ટ્રીય

મોદીની ટ્રમ્પ સાથે ‘ફોન પે ચર્ચા’: PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે

Khaskhabar Editor
Last updated: 2025/01/28 at 4:13 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મોદીએ ટ્રમ્પને ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા: બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.28
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે. આ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા થઈ હતી. મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું- મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન. અમે પરસ્પર ફાયદાકારક અને વિશ્ર્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ અને વૈશ્ર્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું. 6 નવેમ્બરે ચૂંટણી જીત્યા બાદ પણ મોદીએ ટ્રમ્પને ફોન કરીને રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વાતચીતમાં ટ્રમ્પે મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા અને આશા વ્યક્ત કરી કે તેઓ ભવિષ્યમાં સાથે મળીને કામ કરશે.

- Advertisement -

સપ્ટેમ્બર 2019માં જ્યારે મોદી અમેરિકા ગયા ત્યારે ટેક્સાસમાં મોદી માટે ’હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પ અને મોદીએ 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખૂબ વખાણ કર્યા હતા. આ પછી ટ્રમ્પે ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. ગુજરાતના અમદાવાદમાં ટ્રમ્પ માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિએ 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યા હતા. ઇમિગ્રેશન અને ઇં1-ઇ વિઝામાં સુધારા જેવા નિર્ણયો પણ લેવાયા હતા, જો કે બીજા જ દિવસે ટ્રમ્પે ભારતના હિતમાં નિર્ણય લીધો અને ઇં1-ઇ વિઝા બંધ ન કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે, અમેરિકાને પ્રતિભાની જરૂર છે. અમને માત્ર એન્જિનિયરોની જરૂર નથી, અમને અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ વ્યાવસાયિકોની જરૂર છે. ઇં-1ઇ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે હેઠળ અમેરિકન કંપનીઓને વિશિષ્ટ ટેક્નિકલ કૌશલ્ય ધરાવતા હોદ્દા માટે વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની છૂટ છે. આ વિઝા દ્વારા દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કામદારો અમેરિકામાં નિયુક્ત થાય છે.

આ સાથે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતે સંકેત આપ્યો છે કે સરકાર તેના તમામ નાગરિકોને ઓળખવા અને પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે. ગયા મહિને અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ઈંઈઊ)એ લગભગ 15 લાખ લોકોની યાદી બનાવી હતી, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આ યાદીમાં 18 હજાર ભારતીયો સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે, પીટીઆઈએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને આ દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફરતી વખતે એરફોર્સ વનમાં મીડિયાને આ વાત કહી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ખૂબ સારા રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ઘણા વૈશ્ર્વિક મંચો પર પણ આ જોવા મળ્યું હતું.

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં મીડિયાને કહ્યું, ’મારી તેમની સાથે લાંબી વાતચીત થઈ.’ તેઓ આવતા મહિને સંભવત: ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવવાના છે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. રાષ્ટ્રપતિ સવારે પીએમ મોદી સાથે થયેલા ફોન કોલ પર એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. સોમવારે વડાપ્રધાન મોદી સાથેની તેમની ફોન વાતચીત વિશે પૂછવામાં આવતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “(મોદી સાથેની ફોન વાતચીત દરમિયાન) બધા વિષયો પર ચર્ચા થઈ.” રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનો છેલ્લો વિદેશ પ્રવાસ ભારતનો હતો. ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંનેએ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં બે અલગ અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા. નવેમ્બર 2024માં ટ્રમ્પની ચૂંટણીમાં જંગી જીત બાદ તેમની સાથે વાત કરનારા ટોચના ત્રણ વૈશ્ર્વિક નેતાઓમાં મોદીનો સમાવેશ થાય છે.

PM મોદી-રાષ્ટ્રપતિ વચ્ચે શું વાતચીત થઇ?

પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વેપાર, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગ વધારવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને “વિશ્ર્વસનીય” ભાગીદારી તરફ કામ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સોમવારે બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી. મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર, મોદી અને ટ્રમ્પે પશ્ર્ચિમ એશિયા અને યુક્રેનની પરિસ્થિતિ સહિત વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને વૈશ્ર્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ ટૂંક સમયમાં મળવા સહમત થયા છે.

You Might Also Like

MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય

કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો

મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત

પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ

TAGGED: Americ, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશી સેનામાં તખ્તાપલટનું કાવતરું
Next Article SMCનો માલીયાસણ પાસે વધુ એક દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર!! 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની જાહેરાત
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું
ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
ચીનના રોબોટને ‘મેક ઈન ઈન્ડિયા’ બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?