સ્લીપર વંદે ભારત ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે: 6 નવી અમૃત ભારત એક્સપ્રેસનું પણ લૉન્ચિંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર 17 જાન્યુઆરીથી ચાલશે. એનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી પશ્ર્ચિમ બંગાળના માલદા ટાઉનમાં કરશે. આ ટ્રેન 6 દિવસ કામાખ્યા અને હાવડા જંકશન વચ્ચે ચાલશે.
આ ઉપરાંત રેલવેમંત્રીના જણાવ્યા મુજબ, 6 નવી અમૃત ભારત એક્સપ્રેસ પણ લોન્ચ કરવામાં આવશે. એની સેવા 17 અને 18 જાન્યુઆરી 2026થી મળવાનું શરૂ થઈ જશે.
દિલ્હીમાં અતિ વિશિષ્ટ રેલસેવા પુરસ્કાર સમારોહમાં ગુરુવારે વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવેમાં 2026માં એક મોટો બદલાવ આવશે. તમામ પ્રકારના સુધારાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)નો મોટેપાયે ઉપયોગ સામેલ છે.
રેલવેમંત્રીએ કહ્યું હતું કે રેલવેમાં ટેક્નોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે એક નવી માળખાકીય પદ્ધતિ અપનાવવામાં આવશે. ટેક્નોલોજી અને ઇનોવેશન માટે એક નવી માળખાકીય પદ્ધતિ રજૂ કરવામાં આવશે, જેથી ભારતના સ્ટાર્ટઅપ અને ઇનોવેટિવ દિમાગ રેલવે સાથે જોડાઈ શકે.
આ માટે એક ટેક્નોલોજી ઇનોવેશન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. જાળવણીની પ્રવૃત્તિઓ માટે અઈંનો મોટેપાયે ઉપયોગ કરવામાં આવશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનના થર્ડ અઈનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. સેક્ધડ અઈનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ અઈનું ભાડું આશરે ₹3,600 પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
સ્લીપર ટ્રેનને 1000 કિલોમીટરથી વધુ લાંબા અંતરની મુસાફરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં લગભગ 12 વંદે ભારત સ્લીપર ટ્રેનો તૈયાર થઈ જશે.
30 ડિસેમ્બરે આ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોટા-નાગદા રેલવેટ્રેક પર દોડી હતી. લોકોપાયલટે 4 ગ્લાસમાં પાણી રાખ્યું હતું, આટલી ઝડપ દરમિયાન પણ ગ્લાસમાંથી પાણી છલકાયું ન હતું.
વંદે ભારત સ્લીપરમાં એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ, બેસ્ટ સસ્પેન્શન સિસ્ટમ અને વર્લ્ડ-ક્લાસ સ્લીપર કોચ છે. રેલમંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ગુવાહાટી-હાવડા રૂટ પર વિમાન ભાડું ₹6,000થી ₹8,000ની વચ્ચે હોય છે. ક્યારેક ₹10,000 સુધી પણ પહોંચી જાય છે. જ્યારે વંદે ભારત સ્લીપરમાં ગુવાહાટીથી હાવડા સુધી થર્ડ અઈનું ભાડું ₹2,300 રાખવામાં આવ્યું છે.



