ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.10
મોદી સરકારની ત્રીજી ટર્મની ઉજવણીના ભાગરૂૂપે શહેર ભાજપ દ્વારા વેરાવળના ટાવર ચોક ખાતે ભવ્ય આતશબાજી યોજાઇ હતી. વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, તેમજ યુવા ભાજપ પ્રમુખ હાર્દિકસિંહ ઝાલાની આગેવાની હેઠળ વેરાવળના ટાવર ચોક ખાતે મોદી સરકાર 3.0ના શપથ સમારોહની સાથે ભવ્ય આતશબાજી યોજી ઉજવણી કરાઈ હતી.



