10 કલાક ટ્રેનમાં સફર કરી કિવ પહોંચેલા મોદીનું ‘ભારત માતા કી જય’ સાથે ઉષ્માભર્યું સ્વાગત: વડાપ્રધાન મોદી પહેલાં ઝેલેન્સ્કીને ભેટ્યા પછી ખભે હાથ મુક્યો: રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
- Advertisement -
રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા. બંને નેતા એક બીજાને ભેટ્યા પછી વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીના ખભે હાથ મૂક્યો. બંને નેતાઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી. આ પહેલા મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કિવ પહોંચ્યા હતા.
તેઓ અહીં 7 કલાક વિતાવશે. કિવમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાને ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિવના અટ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંને નેતાઓ વચ્ચે હવે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે.