પ્રગતિશીલ ગામમાં હોલ બનવાથી સીનસયર સીટીઝન અને વિધાર્થીઓને સારા પુસ્તકો વાંચવાનો લાભ મળશે
– મંત્રીશ્રી રમણભાઇ પાટકર
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ખાતે સીનીયર સીટીઝન હોલનુ ભૂમિપૂજન રા.ક. ના વન અને આદિજાતિ વિકાસ અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણભાઇ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આવા પ્રગતિશીલ ગામમાં રૂા. ૫ લાખના ખર્ચે નવીન બનવાથી સીનસયર સીટીઝન અને વિધાર્થીઓને સારા પુસ્તકો વાંચવાનો લાભ મળશે ગામમાં વિકાસના કામમાં ઉમેરો થયો છે આ ગામમાં બાકી રહેતા રસ્તા, તળાવ ઉડુ કરવાનુ , રમત ગમતનુ મેદાન અને બાકી રહેતી અન્ય સુવિધાઓ પુરી કરવામાં આવશે ગામના વિકાસના કામમાં ઉધોગપતિઓએ આપેલ યોગદાન આપવા બદલ અભિનંદન આપ્યા હતા.
મંત્રીશ્રીએ રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તથા નિવૃત પંચાયતના તલાટી કમ મંત્રી્શ્રીધીરેન્દ્ર સોનીનુ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભીખાભાઇ ડામોરે પ્રાસંગિક પ્રવચનમાં અરવલ્લી જિલ્લો વિકાસના કામમાં અગ્રેસર રહયો છે તેમાં જિલ્લા વાસીઓનો સાથ અને સહકાર રહયો છે એમ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ડુગરવાડા પંચાયતના સરપંચશ્રી મતિ ગીતાબેન, શૈલેશભાઇ ભોઇ,શ્રી ભીખુસિંહ પરમાર, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી અંકિતભાઇ પટેલ,શ્રી મહેશભાઇ ભટટ, રમેશભાઇ પટેલ, તાલુકા/જિલ્લાના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
*રિપોર્ટર- જગદીશ સોલંકી અરવલ્લી.


