એવાલ ખાતે 108મો મોબાઈલ કનેક્ટ કરી સાયરન વગાડવામાં આવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સાંતલપુર
સાંતલપુર તાલુકામાં ચારણકા ફાંગલી એવાલ વૌવા ધોકાવાડા જાખોત્રા મઢુત્રા ઝઝામ આ ગામો ખાતે સાયરન વગાડી મોકડ્રીલનુ આયોજન કરાયું હતું. એવાલ ખાતે 108માં મોબાઈલ કનેક્ટ કરી સાયરન વગાડવામાં આવી હતી.
એવાલ ખાતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લોકોને આ વિશે માહિતગાર કર્યા હતા અને લોકોને અપીલ કરી હતી કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તે સમયે આવી સાયરન વાગે તો સલામત સ્થળે ખસી જવું તેમજ તમારા ઘરમાં ખાદ્ય વસ્તુઓ રાખવી ગામ લોકોએ પણ એવું જણાવ્યું હતું કે ગમે તે સમયે દેશને અમારી જરૂર પડશે તો અમે ગમે તે સમયે લશ્કરના મદદમાં ઊભા રહીશું આ તમામ કામોમાં સાયરન વગાડી લોકોને આ બાબતે વાકેફ કર્યા હતા. ચારણકા જાખોત્રા ફાગલી મંદિરો ખાતે મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. તમામ જગ્યાએ મોબાઈલ કનેક્ટ કરી સાયરન વગાડવામાં આવ્યું હતું.