એશિયાના નં.2 ઈમિટેશન માર્કેટ કુવાડવા રોડ પર પાર્કનું સપનુ થશે સાકાર
ખાસ-ખબર સંવાદદાતા
ધારાસભ્ય ઉદય કાનગડએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલ રૂા. 3,3ર,4પ6 કરોડના બજેટ ર0ર4-રપને આવકારી રાજયની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જી.એસ.ડી.પી.માં 14.89 ટકાનો વિકાસદર હાંસલ કર્યા છે. આમ ગુજરાતે દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉતરોઉતર વધારી, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત થયો છે. ત્યારે ગુજરાતની આ વણથંભી વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ-ર047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત-ર047નું આહવાન ર્ક્યુ છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે રાજયની ભાજપ સરકારનું ધ્યેેય છે.ત્યારે રાજય સરકાર ધ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા બજેટમાં ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની પરિકલ્પના સાકાર થઈ રહી છે. ત્યારે રાજયની ભાજપ સરકાર ધ્વારા રજુ થયેલ આ બજેટમાં આર્થિક વિકાસ અને સુરક્ષ્ાાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ર્ચિત થશે. વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર ધ્વારા રજુ કરવામાં આવેલ ઐતિહાસિક બજેટમાં સામાજિક સુરક્ષ્ાા અંતર્ગત સામાજિક ઉત્કર્ષ, શૈક્ષ્ાણિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ તેમજ આદિજાતી વિકાસ વિભાગ માટે જોગવાઈ કરવામાં આવેલી છે. રાજય સરકાર ધ્વારા રજુ કરવામાં આવેલા આ બજેટમાં 68-રાજકોટ(પૂર્વ) વિધાનસભા માં એશિયાના નં.ર ઈમેટેશન માર્કેટ કુવાડવા રોડ પર પાર્કનું સપનુ થશે સાકાર થશે.
ગુજરાત રાજ્યની ભાજપ સરકારના ઐતિહાસિક બજેટને આવકારી અભિનંદન પાઠવતાં ધારાસભ્ય ઉદય કાનગડ
