ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર ,ગેસ પાઇપ લાઈન અને પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન નાખવાની કામગીરી શહેરના અનેક વિસ્તારોમાં થઇ રહી છે. ત્યારે શહેરના ઝાંઝરડા રોડ પર ભૂગર્ભ ગટરની સાથે ગેસની પાઇપ લાઈન અને પીજીવીસીએલની અંડર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી શરુ કરવામાં આવી હતી કામગીરી શરુ થતા ધારાસભ્ય સંજય કોરડીયાએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું કામગીરી શું વ્યવસ્થિત થાય તેમાટે મનપાના ઇન્જીનીયર સાથે પીજીવીસીએલ અધિકારી સહીત સાથે ચર્ચા કરીને લોકોને વધુ મુશ્કેલીના પડે એ રીતે રોડ ખોદી કામગીરી કરવા સૂચના આપી હતી.
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર ભૂગર્ભ ગટર કામગીરીની સમીક્ષા કરતા ધારાસભ્ય
