રાજકોટ (દ)ના વિકાસ માટે કાર્યશીલ રહી ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને ચરિતાર્થ કરીશ : રમેશ ટીલાળા
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર-પ્રસારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. વિક્રમજનક વિજયના વિશ્વાસ અને વિકાસને આગળ ધપાવવાના સંકલ્પ સાથે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટ વિધાનસભા-70 ભાજપ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ દક્ષિણના મતદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે અને પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા છે. ભાજપ એ પાર્ટી કાર્યકર આધારિત પાર્ટી છે.
- Advertisement -
ભાજપમાં સામાન્ય કાર્યકર નેતા બની શકે છે. ભાજપમાં સંગઠન અને સરકારમાં જુદી-જુદી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે છે. પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને પસંદગી કરવામાં આવેલી છે. મારા સમય દરમિયાન શક્ય એટલા વિકાસના કામોનું અમલીકરણ થયું છે. ભવિષ્યમાં આ વિસ્તારમાં વિકાસના કામોને વધુ વેગ મળે તે માટે ભાજપના ઉમેદવારને વિક્રમજનક લીડથી ધારાસભામાં મોકલવાની અપીલ કરું છું.
આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આપણી પાસે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અગણિત વિકાસના કામોનું ભાથું છે.
રમેશ ટીલાળાને ઐતિહાસિક વિજય અપાવીને ભાજપના વિકાસ યજ્ઞમાં સૌ સહભાગી બનીએ
- Advertisement -
વિકાસકામોને આધારે તેમણે કાર્યકરોએ ભાજપે કરેલા કામોનો સંદેશો લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આપણે રાજકોટની ચારેય વિધાનસભા બેઠકોમાં ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવાનો છે, કાર્યકરોને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવીને કેન્દ્ર સરકારમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે. કેન્દ્રમાં તેમની શક્તિ વધારવાની છે. તેમના નેતૃત્વમાં દેશ વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત વિધાનસભા બેઠક-70ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના વિકાસ માટે મહત્તમ કામો હાથ ધરવા હું સતત પ્રયત્નશીલ રહીશ. લોકોના વિકાસનો પ્રશ્નોને ઉકેલવા માટે હું હંમેશા તત્પર રહીશ એવું તેમણે જણાવ્યું હતું. આ અવસરે શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીએ ચૂંટણી કાર્ય સંદર્ભે કાર્યકરોને વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. હવેલીના વ્રજેશકુમાર બાવાશ્રી ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા.
રાજકોટ વિધાનસભા-70 ભાજપ મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રક્ષાબેન બોળીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ચેમ્બરના વી.પી. વૈષ્ણવ, વિનુભાઈ ધવા, વોર્ડ નં. 7, 4, 17ના હોદેદારોમાં પ્રતાપભાઈ વોરા, હસુભાઈ ચોવટીયા, શૈલેષભાઈ પરસાણા, રમેશભાઈ દોમડીયા, અનીલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, કેતન વાછાણી, ધીરુભાઈ તળાવીયા, ભરતભાઈ સવસેટા, હરિભાઈ રાતડીયા, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, જયંતિ નોંધણવદરા, યોગેશ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, કોર્પોરેટરો જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઈ માકડ, નેહલભાઈ શુક્લ, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નિતીનભાઈ રામાણી, સુરેન્દ્રસિંહ વાળા, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નિલેશભાઈ જલુ, કેતનભાઈ પટેલ, અનિતાબેન ગોસ્વામી, કીર્તીબા રાણા, રવજીભાઈ મકવાણા, હિતેષભાઈ ઢોલરીયા, સંદીપ ગાજીપરા, મનોજ પાલિયા, જ્યોત્સનાબેન હળવદીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં: ધનસુખ ભંડેરી