ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલે 8 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વ વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવે છે.આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ એ જણાવેલ છે કે વિશ્વની તમામ નારીઓને હું વંદન કરું છું.અને આ દિવસ નારીત્વના મહત્વને સમજાવવાનો સન્માનનો અને નારી શક્તિ સ્વરૂપ અને આદર કરવાનો દિવસ છે.રાષ્ટ્રના ઘડતરમાં કે વિશ્વના ઘડતરમાં નારીનું અમૂલ્ય યોગદાન છે.
- Advertisement -
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.તેમજ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાહેબ,ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય ભાજપ યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલના કુશળ નેતૃત્વમાં દેશ અને રાજ્ય વિશ્વમાં વિકાસની ઊંચાઈ સર કરી રહ્યું છે.
ભારતના સર્વાંગી વિકાસમાં વિકસિત ભારત 2047 ના સંકલ્પને ચરિતાર્થ કરવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સમાજના ચાર વર્ગો ગરીબ,યુવા,અન્નદાતાઓ અને નારી શક્તિના ઉત્કર્ષ પર ભાર મુકેલો છે. તેમજ માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે લોકસભા અને વિધાનસભામાં 33% પ્રતિનિધિત્વ મહિલાઓને આપેલ છે. તેમજ તાજેતરમાં જ કેન્દ્ર સરકારનું બજેટ નાણામંત્રી નિર્મળા સીતારમણે રજૂ કરેલ તેમાં પણ મહિલાઓ માટે અનેકવિધ જાહેરાતો કરેલ છે જઈ જઝ વર્ગની મહિલાઓ પહેલીવાર ઉદ્યમી બનવા જઈ રહેલ છે.તેને સરકાર 2 કરોડ સુધી લોન આપશે.મહિલા અને બાળકોના પોષણને મજબૂત કરવા કેન્દ્રીય બજેટમાં સક્ષમ આંગણવાડી અને પોષણ યોજનાઓને વેગ આપશે.પોષણ યોજનાથી 1 કરોડ ગર્ભાવતી મહિલાઓને અને 8 કરોડ બાળકોને લાભ મળશે.
મહિલાઓ સાત ‘સ’ અપનાવે, Save girl child,Selfie with tree, Save Water, Segregation, Study, Self Defence, Self Reliance.
.મહિલાઓના આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષા નો વાતાવરણ પૂરું પાડવા સરકાર કટિબદ્ધ છે.તેમજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો બજેટમાં મહિલા લક્ષી જોગવાઈઓ કરવા બદલ હ્રદય પૂર્વક આભાર માનું છું.
મહિલાએ દરેક ક્ષેત્રે પોતાની ક્ષમતા નો પરિચય આપેલ છે.તેમ જ હું તમામ મહિલાઓને અપીલ કરું છું કે સરકાર જુદી જુદી યોજનાઓને મહત્તમ ઉપયોગ કરી સશક્ત અને સમર્થ બને.તેમ જ તેઓ રાષ્ટ્રના યોગદાનમાં મહત્તમ ફાળો આપે.કોઈપણ દેશની પ્રગતિમાં મહિલાઓનું યોગદાન હોય જ છે.મહિલાઓ ના સાથ સહકાર વગર કોઈ દેશની પ્રગતિ શક્ય નથી. ફરી આ તકે મહિલા દિવસ અને શક્તિ પર્વના ના દિવસે તમામ મહિલાઓને વંદન સાથે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.