વોર્ડમાં સ્વછતા અભિયાન અન્વયે ડસ્ટબીનનું પણ વિતરણ કરતા ધારાસભ્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને દેશના યશસ્વી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો.દર્શીતા શાહ દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા અંગે વધુને વધુ જાગૃતતા આવે તે ધ્યાને લઇ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મોટી ડસ્ટબીનનુ વિતરણ વોર્ડના મુખ્ય મંદિરોમાં કરવામાં આવ્યું હતું.
- Advertisement -
શહેરીજનોને પોતાના વિસ્તારને વધુને વધુ સ્વછતા રાખવા અપીલ કરેલ તેમજ મનોદિવ્યાંગ બહેનો સાથે ઉપસ્થિત રહી કેક કટિંગ કરેલ તેમજ દીકરીઓનું મોં મીઠું કરાવી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસની ઉજવણી કરી હતી. વોર્ડ નં.10માં ડસ્ટબીન વિતરણ પ્રસંગે વોર્ડ નં.10ના પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડ મહામંત્રી મેહુલભાઈ નથવાણી, વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા તેમજ દરેક શ્રેણીના કાર્યકર્તાઓ તથા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.