જો દહીંને ઘી સાથે મિક્ષ કરીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ દહીં અને ઘી ખાવાથી શું ફાયદા થાય છે.
જો યોગ્ય રીત ખબર હોય તો ડેરી પ્રોડક્ટ ઘણા પ્રકારની બિમારીઓને દૂર કરી શકે છે. દૂધની બનાવટો એટલે કે ડેરી ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને દહીંના ગુણો ચોંકાવનારા છે. પરંતુ જો દહીંને ઘી સાથે ખાવામાં આવે તો આ ફાયદો બમણો થઈ શકે છે. આ બંનેને એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થઈ શકે છે.
- Advertisement -
પાચનમાં ફાયદાકારક
દહીં અને ઘી એકસાથે ખાવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. દહીં-ઘીનું મિશ્રણ ગેસ અને અપચોની સમસ્યા દૂર કરે છે. જો આ બંનેને રોજ એકસાથે ખાવામાં આવે તો અપચોને કારણે આવતા ખાટા ઓડકારની સમસ્યા પણ દૂર થઈ જાય છે. આને ખાવાથી પેટમાં ઠંડક થાય છે અને પેટમાં થતી બળતરા પણ દૂર થાય છે.
ઈમ્યૂનિટી વધારે છે
દહીં અને ઘીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. દહીં અને ઘી એકસાથે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેને ખાવાથી ઈન્ફેક્શનથી થતા રોગો સરળતાથી તમને ઘેરી નહી શકે અને તે રોગો સામે લડવામાં મદદ કરે છે.
- Advertisement -
થાક દૂર થાય છે
દહીં અને ઘી બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. બંને સાથે ખાવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે. જો તેનું રોજ સેવન કરવામાં આવે તો શરીર હંમેશા એનર્જીથી ભરેલું રહે છે. કામ કરવાની કેપેસિટી વધી જાય છે.
પીરિયડ્સમાં ફાયદાકારક
પીરિયડ્સમાં દૂધ અને દહીં ખાવાથી પણ ફાયદો થાય છે. જો હેવી પીરિયડ્સની સમસ્યા હોય તો દહીં અને ઘીનાં મિશ્રણમાં થોડા આમળા મિક્ષ કરીને ખાઓ. તેનાથી પીરિયડના દુખાવામાં પણ રાહત મળશે.
બાળકો માટે ફાયદાકારક
દહીં અને ઘી સાથે ખાવાથી ભૂખ વધે છે. જો કોઈ વ્યક્તિ કમજોર છે તો તેણે દરરોજ ઘી અને દહીંના મિશ્રણનું સેવન કરવું જોઈએ. દહીં અને ઘી સાથે ખાવાથી ભૂખ વધે છે વધુ ભોજન કરવાથી નબળાઈ પણ દૂર થાય છે અને વજન પણ વધે છે. બાળકોને દહીં અને ઘી ખવડાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.