મનફાવે તેમ અરજદારો પાસે નાણા વસૂલતા હોવાની પંચાયત રાજ્યમંત્રીને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વીસીઈના બદલે અન્ય વ્યક્તિ પંચાયતના આઇડીનો દૂરઉપયોગ કરી ઘરે બેસીને કામગીરી કરી મનમાની ચલાવતો હોવાનું રાજ્યના પંચાયત મંત્રી, ગ્રામ પંચાયત, મામલતદાર અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી છે. અને જણાવ્યું છે કે, આ વ્યક્તિ વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા અને નિયમ અનુસાર ગ્રામ પંચાયત કચેરીમાં આવે તેવી રજૂઆત જાગૃત નાગરિકે કરી છે. પંચાયતના આઈડીનો દૂર ઉપયોગ સામાન્ય બાબત બની ગઇ હોય તેમ હળવદ શહેરમાં ઝેરોક્ષની દુકાનમાં ઉપયોગ થાય છે. ત્યારે નવા માલણીયાદ ગ્રામ પંચાયત કચેરીના વીસીઈના બદલે અન્ય વ્યક્તિ કામ કરતો હોય તેમજ તલાટી ક્મ મંત્રીના સિક્કાનો દૂર ઉપયોગ અને વહીવટી કાગળમાં દખલ અંદાજી અને કામગીરીમાં ભેદભાવ કરતો હોવાનું જાગૃત નાગરિક દ્વારા રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા કલેકટર, મામલતદાર કચેરીહળવદ અને તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગ્રામ પંચાયત આઇડીનો દૂર ઉપયોગ કરતી વ્યક્તિ સામે કાયદાકીય પગલા લેવા જેથી કરીને ગામના અરજદારોના સમયસર કામ થાય તેવી નમ્ર અરજ સાથે રજૂઆત કરવામાં આવી છે.