ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ ખાતે શની-રવી અને મકરસંક્રાંતી પર્વ પર ખુબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જેમાં જૂનાગઢના દિલીપભાઇ ચુડાસમા પણ પોતાના પરિવાર સાથે ફરવા આવેલ હતા. ત્યારે તેનો સાત વર્ષના બાળક ગુમ થયો હતો.
જે બાબતની ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી.આંબલીયા તથા સ્ટાફને જાણ થતા તૂરંત બાળકની શોધખોળ કરીને શોધી કાઢયો હતો અને બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ. આમ પોલીસ પ્રજાની મિત્ર છે તેવુ સુત્ર સાર્થક કર્યુ હતુ.
ભવનાથમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે પુનર્મિલન
