6 વાહનોની અટકાયત કરી 2.78 લાખનો દંડ વસૂલાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રીની નિગરાનીમાં ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા ઊના તાલુકાના અલગ-અલગ વિસ્તારો જેવાં કે, પસવાળા, નવાબંદર અને કાળાપાણ ખાતે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ 06 (છ) વાહનોને બિન અધિકૃત વહન સબબ અટકાયત કરવામાં આવ્યા હતાં. આ વાહનોની અટકાયત સાથે નિયમોનુસાર મુજબ કુલ રૂ. 2.78 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી હતી.