14 ચકરડી મશીન, 4 ટ્રેક્ટર,1 ટ્રક, 2 જનરેટર સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત : અનેક જગ્યાએ પાડ્યા દરોડા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
- Advertisement -
પોરબંદર જિલ્લામાં મોટાપાયે ખનીજ ચોરીને વહીવટી તંત્રએ પકડી પાડી છે. આ ચોરીમાં કરોડો રૂપિયાની ખનીજ સામગ્રીનો ભંડાર કબ્જે કરવામાં આવ્યો છે.
પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ માળી આવે છે પરંતુ આવા ખનીજનુ ગેરકાયદેસર ખનન તથા ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરફેરને અટકાવવા કલેકટર પોરબંદર કે.ડી.લાખાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર તથા તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે તા.13/05/2024ના રોજ મોજે:-પાતા તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા સ્થળ ઉપર દરોડા પાડતા કુલ-2 ટ્રેકટર તથા કુલ-3 પથ્થર કટીંગ ચકરડી મશીન, તથા કુલ-1 જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ તા. 14/05/2024ના રોજ મોજે:-બળેજ તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળો પરથી આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા બે અલગ-અલગ સ્થળો ઉપર દરોડા પાડતા કુલ-11 પથ્થર કટીંગ ચકરડી મશીન, 2- ટ્રેકટર, 1-ટ્ર્ક, 1-જનરેટર સહિતનો મુદ્દામાલ જ્પ્ત કરવામાં આવેલ છે. તેમજ પ્રાંત અધિકારી પોરબંદરની દેખરેખ હેઠળ મામલતદાર પોરબંદર ગ્રામ્ય તથા તેમની ટીમ દ્વારા તા.02/05/2024ના રોજ મોજે:-ખાંભોદર તા.જી.પોરબંદર કોબલીય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા માટીના ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તદન ગેરકાયદેસર ચાલતા મટીના ખનનના સ્થળ પર દરોડા પાડતા મોજે: ખાંભોદર ખાતેથી કુલ-1 હિટાચી મશીન તથા 2- ટ્રેકટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ ઉક્ત તમામ મુદ્દામાલ મળીને અંદાજે રકમ રૂ. 90, લાખથી થી રૂ.1, કરોડનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટરએ પોરબંદરની યાદીમાં જણાવાયું હતું.આ ઘટનાને પગલે, વહીવટી તંત્રએ ખનીજ ચોરીને અટકાવવા અને આ કૌભાંડમાં સંકળાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે જો તેઓ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળે તો તરત જ તેની જાણકારી આપવી.આ કિસ્સા દ્વારા, પોરબંદરના વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ ભાવ પર સહન નહીં કરવામાં આવે અને સમાજના હિત માટે કડક પગલાં લેવામાં આવશે.