રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાની આકરી કાર્યવાહી: 19 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના
મોરબી રોડના શ્રી પટેલ વિજય સ્વીટમાંથી લેવાયેલો ઘીનો નમૂનો, જામનગર રોડ પર આવેલી શ્રી અમૃત ડેરીના દૂધનો નમૂનો ફેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ જાગનાથ શેરી નં-22માં આવેલી રામકૃષ્ણ ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધના નમૂનો લીધો હતો. જેમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. કુવાડવા રોડ પર આવેલા નેન્સી ગૃહ ઉદ્યોગમાંથી બાંધાની હીંગમાં પણ આલ્કોહોલિક એક્સ્ટ્રેક્ટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ખાદ્ય પદાર્થના ’સબસ્ટાન્ડર્ડ’
જાહેર થયેલા નમૂના અને કાર્યવાહી:
નેન્સી ગૃહ ઉદ્યોગ (લાતી પ્લોટ 6/7, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ
બાંધાની હિંગ (લુઝ) (નમૂનો-1): આલ્કોહોલિક એક્સ્ટ્રેક્ટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું.
બાંધાની હિંગ (લુઝ) (નમૂનો-2): આલ્કોહોલિક એક્સ્ટ્રેક્ટનું પ્રમાણ ઓછું તેમજ સિન્થેટીક ફૂડ કલર જઞગજઊઝ ઢઊકકઘઠ અને ઝઅછઝછઅણઈંગઊની હાજરી.
પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન (જલારામ સોસાયટી, મોરબી રોડ) શુદ્ધ ઘી (લુઝ): ઇ.છ. રીડિંગ ધારાધોરણ કરતાં વધુ, છ.ખ. વેલ્યૂ ઓછી અને ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી.
અમૃત ડેરી ફાર્મ – આઇસ્ક્રીમ બજરંગવાડી ચોક, ખોડિયાર કોમ્પ્લેક્ષ શોપ નં.1, જામનગર રોડ. મિક્સ દૂધ (લુઝ): જગઋ (સોલિડ નોન-ફેટ)નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું.
રામકૃષ્ણ ડેરી ફાર્મ (જાગનાથ શેરી નં.22, મહાકાળી મંદિર રોડ, રાજકોટ): મિક્સ દૂધ (લુઝ): ઇ.છ. રીડિંગ ધારાધોરણ કરતાં વધુ અને ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી.
આ ઉપરાંત અન્ય દુકાનોની ચકાસણી અને લાઇસન્સ મુદ્દે સૂચના આપવામાં આવી હતી.
જેમાં ફૂડ વિભાગની ટીમ અને ઋજઠ વાન સાથે શહેરના નાનામવા સર્કલથી રાજનગર ચોક વિસ્તારમાં કુલ 19 ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન, 11 ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી, જેમાં શિવ વડાપાઉં, જય સિયારામ રેસ્ટોરેન્ટ, નકળંગ રેસ્ટોરેન્ટ, શક્તિ કોલ્ડ્રિંક્સ, બજરંગ ભેળ, ખોડિયાર જનરલ સ્ટોર્સ, જય અંબે પ્રોવિઝન સ્ટોર, પટેલ ડેરી ફાર્મ, લક્ષ્મી શીંગ સેન્ટર, રામ નાસ્તા અને ક્રિષ્ના મારવાડી પાણીપૂરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જીલ આઇસ્ક્રીમ, ભવાની ટ્રેડર્સ, જલિયાણ ફરસાણ, મુરલીધર ગાંઠિયા, નકળંગ ટી સ્ટોલ, રામ ફરસાણ, આશુતોષ નાસ્તા હાઉસ અને જય દ્વારકાધીશ ટી સ્ટોલની પણ ચકાસણી કરવામાં આવી હતી.



