ડૉ. મિહિર તન્નાએ નર્સને કરંટ સેલરી અને ડિપોઝીટ સેલેરી આપવાની ના પાડી દીધી ઉપરથી ધાકધમકીઓ આપી
મહિલા નર્સ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડૉ. મિહિર તન્નાની ઓલમ્પસ હોસ્પિટલ વિરુદ્ધ અરજી કરાઈ
- Advertisement -
ડૉ. મિહિર તન્ના અને ઑલમ્પસ હોસ્પિટલ પર મહિલા નર્સનાં આક્ષેપ
ઓલમ્પસ હોસ્પિટલમાં થઈ રહ્યું છે મહિલા કર્મચારીઓનું શોષણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વિદ્યાનગર મેઈનરોડ પર આવેલી ડૉ. મિહિર તન્નાની ઓલમ્પસ હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. અવારનવાર વિવાદોમાં આવતા મિહિર તન્ના ડૉક્ટર છે કે ડાકુ એ નથી સમજાઈ રહ્યું. આજે ડૉ. મિહિર તન્નાની ઓલમ્પસ હોસ્પિટલ વિરુદ્ધ એક મહિલા નર્સ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ઓલમ્પસ હોસ્પિટલમાં કામ કરતી મહિલા નર્સની ફરિયાદ છે કે, મિહિર તન્નાની ઓલમ્પસ હોસ્પિટલ દ્વારા તેની ડિપોઝીટ સેલેરી અને કરંટ સેલેરી ચૂકવવા માટે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે એટલું જ નહીં, ડૉ. મિહિર તન્નાએ પોતાની ઓલમ્પસ હોસ્પિટલમાં નર્સનું કામ કરતી સ્વીતી પરમારને કહ્યું કે, આજે તું છે અમે હું છું. સેલેરી તો નહીં જ મળે.
- Advertisement -
ઓલમ્પસ હોસ્પિટલ અને મિહિર તન્નાની દાદાગીરી વિરુદ્ધ ત્યાં જ નર્સનું કામ કરતી સ્વીતી પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, વિદ્યાનગર રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલ ખાતે અકાઉન્ટ વિભાગમાં નોકરી કરું છું. મેં ગઈ તા. 1-11-2022ના રોજ હોસ્પિટલમાં રિઝાઈન મૂકેલ હતું અને રિઝાઈન પિરિયડ 31-12-2022ના રોજ પૂરો થતો હોય અને મારો એક મહિનાનો પગાર એડવાન્સ ડિપોઝીટ તરીકેના અને એક મહિનાનો ચાલુ માસનો પગાર એમ કુલ બે માસનો પગાર લેવાનો બાકી હોય તે પગાર આજે હોસ્પિટલમાં નોકરી કરતા એચ.આર. મેનેજર જુલ્ફીબેન પરમાર તથા આ હોસ્પિટલના ડોકટર મિહિર તન્નાએ મને આ બે મહિનાનો પગાર નહીં મળે તેમ કહેલું અને મેં પગાર આપવાનું કહેતાં પગાર નહીં મળે તારે જ્યાં જવું હોય ત્યાં જા તેવું કહેતા હું અહીં પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવા માટે આવેલ છું. આ પ્રકારની એક અરજી ડૉ. મિહિર તન્નાની ઓલમ્પસ હોસ્પિટલમાં કામ કરતી નર્સ દ્વારા કરવામાં આવી છે.
ડૉ.મિહિર તન્ના અને ઓલમ્પસ હોસ્પિટલ વિરુદ્ધ મહિલા નર્સએ શું કહ્યું? જોવા અહીં ક્લિક કરો…