લીવિટે ભૂતકાળના રાષ્ટ્રપતિઓની ટીકા કરી અને તેમની તુલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ સાથે કરી.
ગુરૂવારે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ઓપરેશન મિડનાઇટ હેમરની સિદ્ધિઓની યાદી આપી. તેમણે કહ્યું કે ઈરાની પરમાણુ સ્થળો પર ચોક્કસ હુમલો કરવા માટે શરૂ કરાયેલ ઓપરેશન એક મોટી સફળતા હતી.
- Advertisement -
તેમણે કહ્યું કે, આ ઓપરેશનમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર ચોક્કસ હુમલો કર્યો. જેના કારણે પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)માં શાંતિ અને સ્થિરતા રહેશે.
કેરોલિન લેવિટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતાનો નાશ કરવાનો હતો. તેમણે કહ્યું, ’રાષ્ટ્રપતિ ટ્રમ્પે આખરે ઈરાની શાસનના પરમાણુ ખતરાને સમાપ્ત કરી દીધો.’ તેમણે કહ્યું કે ઈરાન ફક્ત થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શક્યું હોત, પરંતુ ટ્રમ્પે સમયસર કાર્યવાહી કરી.
ઓપરેશન મિડનાઈટ હેમર એક જબરદસ્ત સફળતા હતી
કેરોલિન લેવિટે કહ્યું, ‘ઓપરેશન મિડનાઈટ હેમરનો ઉદ્દેશ્ય ઈરાની શાસનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો હતો, જેથી યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને બાકીના વિશ્વ માટે તેનાથી ઉદભવતા ગંભીર પરમાણુ ખતરાને અટકાવી શકાય. આ મિશન, જે ઇતિહાસના પુસ્તકોમાં નોંધાયેલું રહેશે, તે એક જબરદસ્ત સફળતા હતી.’
- Advertisement -
લેવિટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ પર કટાક્ષ કર્યો
લેવિટે અગાઉના રાષ્ટ્રપતિઓ પર પણ કટાક્ષ કર્યો અને તેમની તુલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ સાથે કરી. તેમણે કહ્યું કે બરાક ઓબામા અને જો બિડેને ઈરાનને રોકવા માટે નબળા કરારો અને પૈસા આપવાનો માર્ગ અપનાવ્યો, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે નક્કર લશ્કરી કાર્યવાહી કરી. રાષ્ટ્રપતિની નિર્ણાયકતાને કારણે અમેરિકા અને આખું વિશ્ર્વ સુરક્ષિત છે.




