આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની એન્ટ્રીને કારણે અત્યાર સુધી ટેક્નોલોજીની દુનિયામાં ઘણા બદલાવ જોવા મળ્યા છે, એવામાં Microsoftએ હાલ VASA-1 AI વિડીયો જનરેટર રજૂ કર્યું છે.
છેલ્લા એક-બે વર્ષમાં ટેક્નોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. લગભગ દરેક ટેક કંપની તેની વેબસાઇટ અથવા એપમાં AI ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. દરમિયાન, માઇક્રોસોફ્ટે એક AI ટૂલ લોન્ચ કર્યું છે જેની મદદથી તમે ફોટોની મદદથી નકલી વીડિયો બનાવી શકો છો.
- Advertisement -
માઈક્રોસોફ્ટ રિસર્ચ એશિયાએ હવે Vasa-1 નામનું એક નવું AI ટૂલ રજૂ કર્યું છે જે ઓડિયો ફાઈલ નાખીને વ્યક્તિની ઈમેજ કે ડ્રોઈંગને વાસ્તવિક વાત કરતા ચહેરામાં ફેરવી શકે છે. આ ટૂલ સામાન્ય યુઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી.
Introducing: VASA-1 by Microsoft Research.
TL;DR: single portrait photo + speech audio = hyper-realistic talking face video with precise lip-audio sync, lifelike facial behavior, and naturalistic head movements, generated in real time.
- Advertisement -
Tap to see all the videos. pic.twitter.com/pPC6qZOBW2
— Eduardo Borges (@duborges) April 18, 2024
માઇક્રોસોફ્ટે આ અદ્ભુત ટૂલને વિઝ્યુઅલ એફેક્ટિવ સ્કિલ ઓડિયો અથવા VASA-1 નામ આપ્યું છે. આ કંપનીનું ટોપ એન્ડ મોડલ છે, જે માનવીના એક્સપ્રેશનને અલગ રીતે ક્રિએટ કરે છે અને તે માનવ ચહેરા પર લાગણી પણ લાવે છે. આ બધું ફોટા દ્વારા કરવામાં આવે છે.
Microsoft Just Changed the Game!
Experience VASA-1's stunning photo realism.
Here are 10 mind-blowing examples:
— MagicHustler (@MagicHustler_) April 18, 2024
જો તમે હજી પણ સમજી શકતા નથી, તો સરળ ભાષામાં સમજી લો કે કોઈપણ નોર્મલ ફોટોને આ ટુલની મદદથી એ વ્યક્તિના અલગ અલગ એકપ્રેશન સાથે એક વિડિયોમાં પરિવર્તિત કરે છે. VASA-1 ફેસ મસલ્સ, લિપ્સ, નોઝ, હેડ ટિલ્ટ જેવા ફેક્ટર્સની મદદથી વીડિયો તૈયાર કરે છે.
આ ટૂલ વડે બનાવેલા અમુક વીડિયો કંપની દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હોઠ અને માથાની હલનચલન થોડીક રોબોટિક અને કૃત્રિમ લાગે છે, પરંતુ પહેલી નજરમાં તે એકદમ વાસ્તવિક લાગે છે. માઇક્રોસોફ્ટનું આ નવું AI ટૂલ એક રીતે ખતરનાક પણ છે, કારણ કે સાયબર છેતરપિંડી કરનારા આ ટૂલનો દુરુપયોગ કરીને લોકોના ડીપફેક વીડિયો સરળતાથી અને ઝડપથી બનાવી શકે છે.