મેટાએ આખરે ભારત માટે પણ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. આ હેઠળ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પૈસા ચૂકવીને પણ બ્લૂ ટીક મેળવી શકાય છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચલાવતી કંપની METAએ હાલ એક મોટી જાહેરાત કરી છે. મેટાએ આખરે ભારત માટે પણ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. એ વાત તો નોંધનીય છે કે મેટાનું બ્લુ સબસ્ક્રિપ્શન કેનેડા જેવા દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ભારતની સાથે અન્ય ઘણા દેશોમાં પણ મેટા વેરિફાઈડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.
- Advertisement -
ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે કિંમત
જણાવી દઈએ કે મેટા વેરિફાઈડ હેઠળ લોકોને બ્લુ ટિક મળશે અને આ સિવાય ઘણા પ્રકારના એક્સક્લુઝિવ ફીચર્સ પણ મળશે. મેટા વેરિફિકેશન હેઠળ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પૈસા ચૂકવીને પણ વેરિફાઈ કરી શકાય છે. ભારતમાં, iOS અને Android એપનો દર મહિને રૂ. 699નો ખર્ચ થશે, જ્યારે વેબનો દર મહિને રૂ. 599 થશે. પેમેન્ટ કરીને વેરિફિકેશન કરાવનારા યુઝર્સને બ્લુ ટિક મળશે. આ માટે સરકારી આઈડી કાર્ડ આપવું પડશે.
Meta Verified is now available in India!! Any previously verified account will maintain its status on Instagram and Facebook for free. pic.twitter.com/VD710zyJr5
— Karan Jindal (@jndlkaran) June 7, 2023
- Advertisement -
નોંધનીય છે કે Meta એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ ‘Meta Verified’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તે સમયે આ સેવા ફક્ત યુએસમાં જ ઉપલબ્ધ કરાવી હતી. આ પછી તેને યુકેમાં 16 માર્ચે અને કેનેડામાં 31 માર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે નવીનતમ અપડેટમાં જાણવા મળ્યું છે કે આ સુવિધા ભારતીય યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવી છે. પેઇડ વેરિફાઇડ એકાઉન્ટને કંપની તરફથી ઘણી વિશેષ સુવિધાઓનો લાભ આપવામાં આવશે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે ટ્વિટર વેબ પર દર મહિને રૂ. 650 અને Android અને iOS મોબાઇલ ઉપકરણો માટે Twitter Blue ની કિંમત રૂ. 900 છે.