ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ મોબાઇલ ફોનના બનાવો બનેલ હતા. જે અંગે વિસાવદર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ 10 એન્ડ્રોઇડ મોબાઇલ કુલ કિં.રૂા.1,28,500ના મોબાઇલ શોધી કાઢેલ અને મુળ માલીકને પરત કરવામાં આવેલ. જયારે વિસાવદર પીએસઆઇ વાઇ.પી.હડીયા તથા સ્ટાફ દ્વારા મોબાઇલ શોધી મુળ માલિકને પરત કરતા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કર્યુ હતુ.
રૂ.સવા લાખની કિંમતના ચોરાયેલા 10 મોબાઇલ મેંદરડા પોલીસે પરત કર્યા
