– 7 ટ્રેનોને અસર; ગંગા ખતરાના નિશાનથી ઉપર
ઉતરાખંડમાં મેઘ કહેર યથાવત છે. ગઈકાલે ભારે વરસાદને કારણે રૂદ્રપ્રયાગમાં એક હોટેલ અને દહેરાદુનમાં ચાર મકાનો ધરાશાયી થયા હતા. ભારે વરસાદને કારણે 234 માર્ગો બંધ હોવાથી લોકોને આફતનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથ હાઈવે 13 કલાક બંધ રહ્યો હતો. જયારે ગંગા ખતરાનાં નિશાનને પાર કરીને વહી રહી છે.
- Advertisement -
સોમવારે રાત્રે રાજયનાં વિભિન્ન ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જે મંગળવારે બપોરે રોકાયો હતો. સવારે લગભગ 7 વાગ્યે ફાટા (રૂદ્રપ્રયાગ)માં પહાડી પરથી કાટમાળ આવવાના કારણે આઠ રૂમની એક હોટેલ ધ્વસ્ત થઈ ગઈ હતી. આ દરમ્યાન બે યુવાનો ઘાયલ થયા હતા. ફાટાથી સોનપ્રયાગ સુધી આ માર્ગ સવારે 7 વાગ્યાથી પાંચ-છ જગ્યાએ બધિત થઈ ગયો હતો.છેક મોડી સાંજે આઠ વાગ્યે અવરજવર શરૂ થઈ હતી.
દુનમાં અનેક ઘરોને નુકશાન
દહેરાદુનનાં રાયપુરમાં ભારે વરસાદથી ચાર મકાન અને બે દુકાનો ધ્વસ્ત થઈ ગઈ હતી તેને સમયસર ખાલી કરાવવાથી જાનહાની ટળી હતી. બીજી બાજુ હરિદ્વારમાં ટ્રેક પર કાટમાળ આવવાથી 7 ટ્રેનોના સંચાલનને અસર થઈ હતી. વંદે ભારત અને ઉજજૈન એકસપ્રેસ નિશ્ર્ચિત સમયથી મોડી રવાના થઈ હતી. લાહૌરી એકસપ્રેસને હરિદ્વારમાં સવા ત્રણ કલાક સુધી રોકવી પડી હતી. રાપ્તીગંગા એકસપ્રેસને રદ કરવી પડી હતી.