રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ હતો પરંતુ ડી એચ કોલેજનું મેદાન કોરુ રહેતા ડાયરો જામ્યો
માયાભાઈ આહીર, ઓસમાણ મીર, અભેસિંહ રાઠોડ, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા, બિહારીદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ રંગત જમાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ અને જે.પી. સ્ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે ડી.એચ. કોલેજ ખાતે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતના શ્રેષ્ઠ લોક કલાકારોએ જમાવટ કરી દીધી હતી અને લોકોએ વરસાદી માહોલ વચ્ચે લોકસાહિત્યની સરવાણી નો લાભ લીધો હતો. આ લોકડાયરા સમયે મેઘરાજા સરગમ ક્લબ ઉપર મહેરબાન થયા હોય તે રીતે આજુબાજુમાં બધે વરસાદ હતો પરંતુ જ્યાં ડાયરો યોજાયો હતો તે ડીએચ કોલેજનું મેદાન કોરું રહ્યું હતું અને લોકોએ નિર્વિઘ્ને લોકડાયરો માણ્યો હતો.
- Advertisement -
જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયેલા આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, બિહારીભાઇ ગઢવી, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા અને અપેક્ષાબેન પંડ્યાએ પોતાની કલા પીરસી હતી.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ. નંદલાલભાઈ માંડવીયા, મનસુખભાઈ સાવલિયા, ગોપાલ નમકીનવાળા પ્રફુલભાઈ હદવાણી, કમલેશભાઈ મિરાણી, ઘનશ્યામભાઈ હેરભા, મયુરભાઈ ડોબરીયા,સુરેશભાઇ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), અમીતભાઈ રોકડ, દિનેશભાઇ અમૃતિયા, પ્ર્તાપભાઈ પટેલ, ગીરધરભાઈ દોંગા, વિજયભાઇ વાંક, દિલીપભાઇ શેઠ આ તમામ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી, તેમજ જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, જગદીશભાઇ કિયાડા, કૌશિકભાઈ વ્યાસ, ઘનશ્યામભાઈ પરસાણા, જ્યપાલસિંહ ઝાલા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.