મોડીરાતથી જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને, લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવાઇ રહી હતી તેવા અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં વહેલી સવારથી જ મેધરાજાએ બેટિંગ કરતાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગની આજની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે સોમવારે સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે. કેટલાય વિસ્તારોમાં મેઘરાજાની દમદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.
- Advertisement -
116 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ
આ તરફ છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ તો ઝાલોદ અને મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.
લુણાવાડામાં 2 ઈંચ
મોરવા હડફ, લુણાવાડા અને સંગવડમાં છેલ્લા 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
સાર્વત્રિક વરસાદની ચેતવણી
આ સાથે જ આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ભારેથી અતિભારે વરસાદ પડી શકે
આજે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું
દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આજે છેલ્લા 2 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસાદ પડ્યો છે. પ્રાંતિજમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. માણસ અને તલોદમાં 2.8 ઇંચ વરસાદ, જ્યારે મહેસાણામાં 2 ઇંચ અને જોટાણા 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે.