એમપી-રાજસ્થાન જેવા રાજ્યોમાં આજથી સ્કૂલ બંધ: ઓરિસ્સામાં પૂરથી 10 લાખને અસર
પહાડી રાજ્યોમાં કુલ 40ના મોત: ખઙ સહિતના રાજ્યોમાં રેડ એલર્ટ
- Advertisement -
દેશના અનેક રાજ્યોમાં વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનમાં 200 અને મધ્યપ્રદેશમાં 60થી વધુ ડેમો ઓવરફલો થયા છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ઘણા લોકો બેઘર થયા છે. બધાને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશમાં ગંગા નદી તેની સપાટી કરતા વધુ વહી રહી છે. પ્રયાગરાજમાં ઘણા લોકોના ઘરમાં પાણી ભરાયા છે. બિહારની રાજધાની પટનામાં ઘણા ઘાટો ડૂબી ગયા છે. ઓરિસ્સામાં પૂરથી 10 લાખ લોકોને અસર થઈ છે અને પહાડી રાયોમાં કુલ 40ના મૃત્યુ થઈ ગયા છે.
યુપીના ફતેહપુર પ્રેમગામમાં પૂરનો ખતરો
ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તારમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગંગા નદીમાં ઉછાળો જોવા મળે છે. સીરાજપુરની નજીક આવેલી ગંગા નદીનું પાણી ચેકડેમ તોડીને બહાર આવ્યું હતું. ફતેહપુર પ્રેમ ગામની નજીકના ચેકડેમની હાલત નબળી છે. ચેકડેમ તૂટવાની ખબરથી જ અધિકારીઓમાં દોડધામ મચી હતી.
- Advertisement -
રાજસ્થાનના 12 જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજસ્થાનના 12 જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉત્તરપ્રદેશમાં ગંગા અને યમુનાનું જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુતા હનુમાનજીનું મંદિર અડધું પાણીથી ડૂબી ગયું છે. એક શ્રધ્ધાળુએ કહ્યું કે પુરા વિસ્તારમાં પાણી ભરાયું છે. શ્રધ્ધાળુઓને પહોંચવામાં મુશ્કેલી પડે છે. આવવા-જવાનો રસ્તો પણ બધં કરવામાં આવ્યો છે.
ભોપાલની 200થી વધુ રહેણાંક વિસ્તારો થયા જળમગ્ન
ભારે વરસાદ અને ડેમો અને તળાવોમાં પૂરને લીધે ભોપાલના 200થી વધુ રહેણાંક વિસ્તારો જણમ થયા છે જેમાંથી મોટાભાગના વિસ્તારોમાં વીજળી પણ બધં છે. શહેરના મિસરોહ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર શહેરમાં ડઝન જેટલા વૃક્ષો પડી ગયા છે.
મધ્યપ્રદેશ-રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં સ્કૂલો બંધ
મધ્યપ્રદેશના ભોપાલ, રતલામ, સાગર, વિદિશા, અશોકનગર અને શિવપુરી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્કૂલો બધં રાખવામાં આવી છે અને અન્ય વિસ્તારોમાં જેવા કે અસાવા માલવા, નર્મદાપુર અને દેવાસ જેવા જિલ્લામાં આજથી વરસાદના કારણે રજા જાહેર કરવામાં આવી છે અને વરસાદને લીધે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વચ્ચેના રસ્તાઓનો સંપર્ક પણ તૂટયો છે. 24 કલાકથી અવરજવર બધં છે. લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનના કોટા અને બુંદી જિલ્લામાં ભારે વરસાદના કારણે ચેતવણી જાહેર કરી છે અને સ્કૂલો બધં રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાનની ચંબલ, કાલીસિંઘ, પાર્વતી, ઉજાડ, આદ્ર અને ચંબલ સહિતની નદીઓએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેનાથી રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સંપર્ક તૂટયો છે. ભારે વરસાદના કારણે પૂરથી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે.