ગત 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં મેઘ મહેર થઇ છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ત્યારે ગત 24 કલાકમાં 20 તાલુકામાં 3થી 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5 અને અબડાસામાં 4.3 ઇંચ વરસાદ વરસ્યો છે.
6 તાલુકામાં 3.1થી 5 ઇંચ સુધી વરસાદ
રાજ્યના 6 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5, અબડાસામાં 4.3, વિસનગરમાં 4, જોટાણામાં 3.4, ખેરાલુમાં 3.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
14 તાલુકામાં 2.1થી 3 ઇંચ સુધી વરસાદ
ગત 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણામાં 3 ઇંચ, ભાભર 2.9, બહુચરાજી 2.8, રાધનપુરમાં 2.7, સાંતલપુરમાં 2.5, લાખણીમાં 2.5, માંડવી(કચ્છ)માં 2.4, ચાણસ્મામાં 2.4, અંજારમાં 2.3, સિદ્ધપુરમાં 2.2, વડનગરમાં 2.2, દેત્રોજમાં 2.1, ઉમરપાડામાં 2.1, હારિજમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
24 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ
ખંભાળિયામાં 2 ઇંચ, ભચાઉમાં 2, સતલાસણામાં 1.9, દ્વારકામાં 1.9, કડીમાં 1.8, ગાંધીધામમાં 1.7, ખેડામાં 1.7, સમીમાં 1.7, કાલાવડમાં 1.4, શંખેશ્વરમાં 1.4, કપરાડામાં 1.3, વિરમગામમાં 1.3, ઘોઘામાં 1.2, ઉમરગામમાં 1.2, લખપતમાં 1.2, ઉંઝામાં 1.2, ઇડરમાં 1.2, વડાલીમાં 1.1, ડભોઇમાં 1.1, માણસામાં 1.1, થરાદમાં 1.1, વડગામમાં 1.1, ધરમપુરમાં 1 અને દિયોદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
125 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ
આ ઉપરાંત રાજ્યના 125 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં વસોમાં 24 મિ.મી., કાંકરેજમાં 24 મિ.મી., માતરમાં 23 મિ.મી., ધાનેરામાં 21 મિ.મી., પારડીમાં 20 મિ.મી., લાલપુરમાં 19, રાપરમાં 19, માંડલમાં 19, કલોલમાં 18, વિજયનગરમાં 18, ખેરગામમાં 17, જોડિયામાં 17, જામનગરમાં 16, વાપીમાં 16, ચોટીલામાં 16 સુઇગામમાં 16, કરજણમાં 14, ડીસામાં 14, દાંતામાં 14, સંતરામપુરમાં 13, નડિયાદમાં 13, વિજાપુરમાં 13, પાલનપુરમાં 13, ડેડિયાપાડામાં 12, નેત્રંગમાં 12, ભીલોડામાં 12, નખત્રાણામાં 11, ખેડબ્રહ્મામાં 11, હાલોલમાં 11, વિસાવદરમાં 10, રાજકોટમાં 10, વલસાડમાં 10, મહેમદાવાદમાં 10 અને હિંમતનગરમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.